કોરોના વાયરસના કારણે પિતાએ નનૈયો કરતા લાગી આવ્યું, જે તારીખેે સગાઇ થઇ હતી તે જ તારીખે અંતિમ પગલું ભર્યું

દેવરાજ બુધેલીયા
સિહોરની યુવતીની સગાઇ બાદ તેને વેવિશાળ દિવસના દિવસે તેના ભાવી ભરથાર સાથે ફરવા જવું હતું પરંતુ પિતાએ કોરોના વાયરસના કારણે ના પાડતા તે વાતથી લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જૂના સિહોરના રામનાથ રોડ પર આવેલ કાંગશીયાવાડાના નાકા પાસે રહેતા નીકીતાબેન પ્રવિણભાઇ ગોહેલ (ઉ.વ.૨૦)ની એકાદ વર્ષ પૂર્વે સગાઇ થઇ હતી. સગાઇ દિવસના દિવસે જ નીકીતાબેનને તેના ભાવી પતિ સાથે બહાર ફરવા જવું હોય.

જે બાબતે તેઓના પિતાને કહેતા તેના પિતાએ કોરોના વાયરસની બિમારીના કારણે બહાર ફરવા જવાની ના પાડતા તે વાતથી લાગી આવતા નીકીતાબેને ગત રાત્રિના ૧૦.૩૦થી આજે વહેલી સવારના ૫.૦૦ કલાકના અરસા દરમિયાન રામનાથ રોડ પર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ઉક્ત બનાવના પગલે ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. બનાવ સંદર્ભે મૃતક નીકીતાબેનના પિતા પ્રવિણભાઇ મથુરભાઇ ગોહેલે સિહોર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત સંદર્ભે કેસકાગળ કરી તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here