સિહોર સહિત ૬ નગરપાલિકાઓને વિકાસ કાર્યો માટે રૂ. ૪૪ કરોડ કરતાં વધુ રકમના ચેક અર્પણ કરાયા


બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાને ૧,૫૦ કરોડ સહિત જિલ્લાની અન્યો ૬ પાલિકાઓને ૪૪ કરોડ જેવી રકમ વિકાસના કાર્યો માટે ફાળવાઈ છે આજે ભાવનગર કલેકટર કચેરી ખાતે રાજયમંત્રી વિભાવરીબેન દવેના હસ્તે સિહોર સહિત જિલ્લાની ૬ નગરપાલિકાઓના પ્રમુખ તથા ચીફ ઑફિસરને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યો માટે કુલ રૂ.૪૪ કરોડ કરતાં વધુ રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ત્યારે રાજ્યભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુલ રૂ.૧,૦૦૦ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર ખાતે શિક્ષણ,મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ તથા જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ચેક વિતરણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે વિડિઓ કોન્ફેરન્સ મારફત વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પૈસાના અભાવે રાજ્યમાં વિકાસના કોઈ કામો અટકશે નહીં.

શુદ્ધ પીવાનું પાણી, ભુગર્ભ ગટર, પાકા રસ્તાઓ, ફાટકમુક્ત શહેર અને તળાવોના બ્યુટીફિકેશન સાથે શહેરો રહેવા અને માણવા લાયક બને તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. કોરોનાના કપરાકાળમાં પણ આ વિકાસયાત્રા અટકે નહીં તથા વોટર સરપ્લસ અને વૃક્ષ જતન દ્વારા શહેરો ક્લિન એન્ડ ગ્રીન બને તે દિશામાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ સતત કાર્યરત રહેવાનું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here