સિહોરમાં કોરોના મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો ઉત્સવો – લોકમેળાના આયોજનો રદ

દેવરાજ બુધેલીયા
આજે બોળચોથ સાથે સિહોર સહિત જિલ્લા અને સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થયો છે . સવારે મહિલાઓ દ્વારા ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું . કોરોના મહામારીના કારણે સામુહિક ઉજવણી રદ કરવામાં આવી છે . આજે આ દિવસ ગાયની પૂજા – ગૌસેવા કરવાનો ઉત્તમ દિવસ ગણાય છે . બોળચોથને બકુલાચોથ પણ કહેવાય છે . ગૌસેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે . ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોવાથી ગાયની સેવા કરવાથી બધા જ ભગવાનની પુજા થઈ ગણાય છે.

બોળચોથને દિવસે ગાયને નવી સ્કૂલ , ઘંટડી અને શણગાર કરી તેને ઘાસ નાખવું સાથે વાછરડાંની પણ પુજા – અર્ચના કરવી શુભ મનાય છે . આજે બોળચોથ સાથે જન્માષ્ટમી પર્વનો પણ પ્રારંભ થઇ રહ્યો છે . શનિવારે નાગપાંચમ મનાવાશે . બોળચોથે ગાયોનું પૂજન કરી પ્રદક્ષિણા મહિલાઓ કરે છે . એકટાણું કે ઉપવાસ પણ કરે છે . આજથી સિહોર સહિત સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થશે . વર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને કારણે મોટા ધાર્મિક ઉત્સવો , ઉજવણી , હરવા – ફરવા જવા પર પાબંધી હોવાને કારણે ઘેરબેઠા જ જન્માષ્ટમીની ઉજવણી લોકો કરશે.

તા .૮ મીના શનિવારે નાગપંચમી તા .૯ મીના રાંધણછઠ્ઠ , તા .૧૦ મીના સોમવારે બીજી છઠ્ઠ છે પણ શીતળા સાતમ ઉજવાશે . તા .૧૨ મીના બુધવારે જન્માષ્ટમી પર્વ ઉજવાશે દ્વારકામાં બુધવારે જન્માશ્મી પર્વ મનાવાશે . કોરોનાની મહામારીને કારણે મોટાભાગના મંદિરો બંધ હોવાથી લોકોએ ઘરમાં જ ઉજવણી કરવી પડશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here