વીસ વર્ષથી મહારાષ્ટ્રનો ગણેશોત્સવ સિહોરના ઘરે ઘરે પ્રચલિત, કોરોનાના કારણે ગણેશ મૂર્તિના વેચાણમાં મંદી 

બ્રિજેશ ગૌસ્વામી
ઓગષ્ટના આરંભ સાથે સિહોર સહિત સમગ્ર જિલ્લા અને સૌરાષ્ટ્રમાં ધામધૂમથી ગણેશોત્સવની તૈયારીઓ થવા લાગતી હોય છે પરંતુ, આ વખતે કોરોના મહામારીનો ચેપ પ્રસરવાના ભયે લગભગ ગણેશોત્સવના પંડાલ પ્રથમવાર સ્થપાશે નહી અને ગણેશોત્સવ નહિ યોજવા મોટાભાગના આયોજકોએ મન મનાવી લીધું છે એક આયોજકના જણાવ્યું કે અમે આ વર્ષે પંડાલની સ્થાપના કરીશું નહીં પરંતુ,ઘરે જ કે ખાનગી જગ્યામાં લોકો ભેગા ન થાય તે રીતે ગણપતિ પધરાવીને ઉજવણી કરીશું. સિહોર શહેરના વિવિધ વિસ્તારોમાં પંદરેક સ્થળે મોટાપાયે ગણેશોત્સવના આયોજનો થાય છે.

જેમાં હજારોની જનમેદની ઉમટતી રહે છે. તો શેરી-મહોલ્લા-ચોકમાં અન્ય ૧૦૦ થી વધુ જેટલા આયોજનો થતા રહ્યા છે. આ આયોજનો આ વર્ષે નહીં થાય. આ વખતે ૨ ફૂટથી ઉંચી હોય તેવી ગણેશજીની મૂર્તિ વેચવા-પરિવહન કે સ્થાપન પર પ્રતિબંધ મુકાયો છે. દેશમાં ગણેશોત્સવ મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાતો રહ્યો છે અને સિહોર સહિત સૌરાષ્ટ્રમાં ૨૦ વર્ષથી ગણેશોત્સવ ઉજવવાનું પ્રમાણ લત્તે લત્તે પ્રચલિત થયું છે.

આ વખતે તા.૨૨ ઓગષ્ટથી તા.૧ સપ્ટેમ્બર સુધી લોકો ઘરે ગણેશજીની સ્થાપના કરશે અને ઘરમાં જ તે મૂર્તિને પધરાવવાની રહેશે. આ કારણે કેમીકલ ભડકાઉ રંગોથી બનતી પ્રતિમાનું વેચાણ તળિયે પહોંચ્યું છે. તો બીજી ગાયના સુકા ગોબરમાંથી, ઘાસમાંથી, માટીમાંથી બનતી અને ઘરે બનાવાતી પ્રતિમાનું ચલણ વધી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here