કેટલાક સિનિયરોને આમંત્રણ નહિ મળતા અનેક ચર્ચાઓ, ભાજપની અંદરો અંદરની આંતરિક લડાઈ સપાટી પર, સમગ્ર મામલે સંગઠનમાં ભારે ગણગણાટ

શંખનાદ કાર્યાલય
સિહોર અટલ ભવન ઉદઘાટન પ્રસંગે કેટલાક સિનિયર અને નવી પાલિકાને ઉભી કરવામાં જેઓનો સિંહ ફાળો છે તેવા કેટલાક નેતાઓને આમંત્રણ નહિ મળતા ભાજપમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે સિહોર નગરપાલિકાનું નવું બિલ્ડીંગ નંદલાલ ભુતા સ્કૂલ જગ્યામાં ઉભું કરવામાં આવ્યું છે વિવાદિત જગ્યામાં અનેક પડકારો સામે આવેલા હતા સમગ્ર વિવાદિત જગ્યાનો મામલો હાઇકોર્ટે અને સીએમ સુધી પોહચેલો છે તે વાત શહેરની સમગ્ર જનતા જાણે છે એજ બિલ્ડીંગ આજે અડીખમ બનીને ઉભું થયું છે.

ઉદઘાટન પ્રસંગના ઢોલ નગારાઓ વાગવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આવતી ૧૦ ના રોજ આ ઉદઘાટન પ્રસંગ ઉજવવા જઈ રહ્યો છે જેમાં મનસુખભાઇ માંડવીયા મહિલા સાંસદ ભારતીબેન શિયાળ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે અહીં સવાલ એ છે કે સમગ્ર કાયદાકીય પ્રક્રિયા અને સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી લઈ જનારા મૂળ સિહોરના અને હાલ ગાંધીનગર ખાતે સ્થિત વસતા યુવા નેતા તેમજ શહેર તેમજ તાલુકા અને જિલ્લાથી માંડી જિલ્લા મહિલા મોરચા સાથે પાલીતાણા ધારાસભ્ય સહિતના અનેક નેતાઓને આમંત્રણ અપાયું નથી.

કાર્યક્રમની રૂપ રેખાઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે શંખનાદ સમાચારે પાંચ દિવસ પહેલા સમાચારો મારફત પણ કાર્યક્રમ યોજાવવાનો છે તે વાત લોકો સમક્ષ મૂકી હતી ત્યારે ભાજપનો અંદરો અંદરનો વિખવાદ સપાટી પર આવ્યો છે સમગ્ર મામલે સ્થાનિક સંગઠનમાં ભારે ચર્ચાઓ અને ગણગણાટ શરૂ થયો છે ત્યારે આ અંગે શંખનાદ દ્વારા સિહોરના રાજકીય તેમજ અનેક આગવાનો નો સંપર્ક કરાયો હતો જેમાં મોટાભાગના આગેવાનોને આમંત્રણ નહિ મળ્યાનો બળાપો ઠાલવ્યો હતો.

જોકે બિલ્ડીંગના સંચાલકો એવું કહેશે કે કોરોના કારણે કાર્યક્રમ ટૂંકો કરાયો છે પરંતુ અટલ ભવનની બહાર વિશાલ મેદાન પણ આવેલું છે તે બાબત નોંધનીય છે ત્યારે શહેરના લોકોના પૈસે બનેલા બિલ્ડીંગના ઉદઘાટન પ્રસંગે શહેરના ગામના પ્રતિષ્ઠિત લોકોને પણ આમંત્રિત કરવા જોઈએ તેવું બુદ્ધિજીવી વર્ગ માની રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here