સિહોર નગરપાલિકામાં તક્તિઓ લગાડવામાં માટેની આટલી લાલસાઓ શા માટે છે.? ઉદઘાટન પ્રસંગમાં આટલી ઉતાવળ કેમ છે તમને.? ૨૨ તારીખે મુદત પૂરું થાય છે એટલા માટે : નાનુભાઈ ડાખરાએ કેમેરાની આખે તડાપીડ બોલાવી..અનેક સવાલો ઉપસ્થિત કર્યા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાનું અટલ ભવન નવા બિલ્ડીંગના ઉદઘાટનનો પ્રસંગ હવે વિવાદિત બનતો જાય છે ત્યારે વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા પાયાના કાર્યકર આગેવાન રાજકીય મોભી નાનુભાઈ ડાખરાએ અટલ ભવન લોકાર્પણ પ્રસંગને શહેરના લોકોને સુવિધાયુક્ત ઑફિસ મળી રહે તે માટેનો આંનદ વ્યક્ત કરી લોકાર્પણમાં તકતીઓ માટેની લાગેલી હોડમાં કેટલાક સવાલો ખડા કરીને રાખી દીધા છે તેઓનું કહેવું છે કે નગરપાલિકા ઓફિસને લોકાર્પણ કરવાનું આટલી ઉતાવણ કેમ જાગી છે ૨૨ તારીખે ટર્મ પુરી થાય છે.

તે પહેલા તકતી લાગી જાય એટલા માટે અધીરા થયા છો.? શહેરના આગેવાન કાર્યકરો સામાજિક લોકોને કેમ આમંત્રણ નહિ.? શહેરના વિકાસ માટે જે લોકો સહભાગી થયા છે તેઓને બધાને અપેક્ષાઓ રહેલી છે ત્યારે અહીં સ્થાનિક લેવલે ઉચ્ચસ્તરેથી માર્ગદર્શનની જરૂર હોય તેવું લાગે છે તેવું ડાખરાએ કહ્યું હતું વધુમાં કહ્યું કે ભાજપના કેટલાક કાર્યકરોને આમંત્રણ નથી મળ્યા..લોકાર્પણ કરવાની ઉતાવણમાં આટલી ઝડપથી કામો કર્યા છે..ત્યારે કામની ગુણવત્તા પર અનેક સવાલો ઉભા થાય છે.

ફર્નિચર જેવી વસ્તુઓ તાત્કાલિક તૈયાર લાવવામાં આવી છે.. બધીજ ચીજવસ્તુઓની ગુણવત્તા પર સવાલો છે શહેરના લોકો પૈસા છે એમના માટે બિલ્ડીંગ બનાવાયું છે છતાં શહેરના શ્રેષ્ટિઓને આમંત્રણ નહિ તે બાબત શહેરના લોકો માટે દુઃખ જનક છે આજ રીતે તકતીની ઘેલછામાં લોકાર્પણ થશે તો શહેરની જનતા માફ નહિ કરે તેવું નાનુભાઈએ જણાવી કેમેરાની આખે રોષ વ્યકત કરી શહેરની જનતા વતી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here