અંદર કી બાત : બન્ને તકતી જોઈ લ્યો..પછી નીચે વિસ્તારથી વાંચી લ્યો

શંખનાદ કાર્યાલય
જ્યારે એક હથ્થુ શાશન ચાલેને ત્યારે નેતાઓ ભાન ભૂલતા હોઈ છે આવું જ કંઈક હવે સિહોર નગરપાલિકામાં બની રહ્યું છે બિલ્ડીંગ તકતી અને આમંત્રણ ન મળ્યાના વિવાદો હવે ચરમસીમા સુધી પોહચ્યા છે તેની સાક્ષી ઉપરની બન્ને તસવીરો છે આપને પ્રથમ જણાવી દઈએ કે નામ નહીં આપવાની શરતે ઉપરોક્ત તસવીર ભાજપના જ એક આગેવાને અમોને મોકલી આપી છે જેમાં એક બાબત સ્પષ્ટ થાય છે કે નેતાઓનું એક હથ્થુ શાશન કેટલું બેદરકારી ભર્યું હોઈ છે.

નગરપાલિકા નવા બિલ્ડીંગ અટલ ભવનનું ઉદઘાટન પ્રસંગ અગાઉ તારીખ ૫ના રોજ આયોજન કરાયુ હતું પરંતુ તક્તિમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો ઉલ્લેખ રહી જતા બાદમાં કાર્યક્રમને પાંચ દિવસ પાછો ઠેલવીને હવે નવી તકતી બનાવરાવીને હવે ઉદઘાટન પ્રસંગ આવતી તારીખ ૧૦ના રોજ યોજાશે ઉદઘાટન પ્રસંગની આગ અંગારા બનીને બહાર નીકળી છે ભાજપના જ આગેવાને બન્ને તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી છે.

એક બાબત અહીં ચોક્કસ થાય છે કે વિખવાદની ચરમસીમાઓ હદ વટાવી ચુકી છે સમગ્ર મામલો પણ ભાજપના વોટ્સએપ ગૃપોમાં ખૂબ ચગ્યો છે ત્યારે હાલતો અટલ ભવન નવા નગરપાલિકા બિલ્ડીંગ ખાતેથી નીકળેલી આગની જ્વાળા આમંત્રણ ન મળ્યાના બળાપા સુધી પોહચી ચુકી છે કેટલાને અને કેવી રીતે દઝાડે છે તે જોવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here