વિવાદિત જગ્યામાં બનેલું બિલ્ડીંગનો વિવાદ કેડો મુકતો નથી, બિલ્ડીંગને લઈ “દી” ઉગે ને રોજ નવું ગતકડું આવે, ગઇકાલે આમંત્રણ નહીં મળ્યાની આગ શમી નથી ત્યાં વિપક્ષ મેદાને પડ્યું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકાનું નવા બિલ્ડીંગના જ્યારથી પાયા ખોદાયા ત્યારથી લઈ ઉદઘાટન પ્રસંગ નજીક આવ્યો હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજના કલાકો સુધી વિવાદ કેડો મુકતું નથી છેકથી લઈ છેક સુધી વિવાદો સાથે જોડાયેલું આ બિલ્ડીંગ મામલે પહેલેથી ઘમાસાણ ચાલી રહી છે કેટલાક પાયાના પથ્થરોને આમંત્રણ નહિ મળ્યાની આગ હજુ શમી નથી ત્યાં આજે વિપક્ષમાં પણ નવાજુની કરે તેવા એંધાણો સામે આવ્યા છે સમગ્ર મામલે મુકેશ જાનીએ કહ્યું કે બિલ્ડીંગની લડાઈમાં કોંગ્રેસની ભૂમિકા અગ્રેસર રહી છે.

સાથી પક્ષ તરીકે અમે ખંભે ખંભા મિલાવી સાથે ઉભા રહ્યા પણ સત્તામાં સ્થાને બેઠેલા લોકોએ આ સમયે રાજકારણ કરવાનું છોડતા નથી આખી લડાઈમાં વિપક્ષ સાથે અડીખમ ઉભો રહ્યો છતાં જ્યારે તકતી મુકવાની વાત આવી ત્યારે અમારા વિપક્ષના નેતા કિરણભાઈની તકતી માંથી બાદબાકી કરીને ગંદુ રાજકારણ ખેલવાનું શરૂ કરી દીધું તેવું મુકેશ જાનીએ જણાવ્યું હતું અને બળાપો ઠાલવી સમગ્ર મામલે વિપક્ષ નવા જૂની કરશે તેવા સંકેત પણ આપ્યા હતા ત્યારે ગઈકાલની આગ હજુ બુઝાઈ નથી ત્યાં વિપક્ષ માંથી નીકળેલી જ્વાળા ક્યાં જઈ અટકે છે તે જોવું રહ્યું.

બૉક્સ..

મહિલા પ્રમુખ તકતીમાં પોતાના એકમાત્ર નામ માટે અન્ય ચેરમેનોની નિમણુંક પણ ન કરી, આટલી મહત્વાકાંક્ષી શા માટે.?

સિહોર નગરપાલિકા નવા બિલ્ડીંગને લઈ અનેક વિવાદો સામે આવ્યા છે જોકે તકતી બાબતનો વિવાદ નવો નથી તકતી બાબતનું ઘમાસાણ ઘણા સમયથી ચાલે છે પરંતુ મુકેશ જાનીએ કહ્યું કે મહિલા પ્રમુખે પોતાનું એક માત્ર નામ આવે તે માટે થઈ અન્ય ચેરમેનની નિમણુંક નહિ કરીને મોટી ભુલ કરી છે ત્યારે અહીં એક બાબત અહીં ચોક્કસ થઈ છે કે અહીં તકતી માટેની તડાપીડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here