વાડી વિસ્તારોમાં હારજીતની બાજી મંડાઇ હતી, થાળા અને સરકડીયાના શખસોને લોકઅપ હવાલે

હરેશ પવાર
સિહોર પંથકમાં શ્રાવણિયા જુગારની બાજી માંડી બેઠેલા ૧૩ ગેમ્બલરોને પોલીસે બે જુદી જુદી રેડ કરી રંગેહાથ ઝડપી પાડી લોકઅપ હવાલે કરી દીધા છે સિહોર પોલીસ મથકના પી આઈ કે ડી ગોહિલ સહિત સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકિકત મળી હતી કે સિહોરના થાળા ગામે વાડી વિસ્તારમાં લાઈટના અજવાળે શખસો જુગારની બાજી માંડી બેઠા છે જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા ૬ શખ્સો મળી આવ્યા હતા જેઓને પાસેથી ૧૦૩૩૦ મો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જ્યારે બીજી રેડમાં સિહોરના સરકડીયા ગામેથી ઉપેન્દ્રસિંહ બળવંતસિંહ સરવૈયા, હરદેવસિંહ બટુકસિંહ સરવૈયા, જગદિશસિંહ બટુકસિંહ સરવૈયા, હરદેવસિંહ રણુભા સરવૈયા, છત્રપાલસિંહ બળવંતસિંહ સરવૈયા, રાજદિપસિંહ બટુકસિંહ સરવૈયા, ઉમેદસિંહ નિરૃભા સરવૈયાને પોલીસે ઝડપી લીધા હતાં.બે અલગ અલગ રેડોમાં પોલીસે મુદ્દામાલ કબજે લઇ તમામ વિરૃધ્ધ જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here