આઠમના દિવસે ગૌતમેશ્વર ખાતે દર વર્ષે યોજાતા લોકમેળાને આ વખતે કોરોનાનું ગ્રહણ, ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી રહી છે આટલી પાબંદ

દેવરાજ બુધેલીયા
આજથી જન્માષ્ટ્રમીના તહેવારોનો પ્રારભં થઈ ગયો છે. કાનઘેલા લોકો આ તહેવારની ચાતકનજરે રાહ જોઈને બેઠા હોય છે પરંતુ ૨૦૨૦નું વર્ષ એટલું ભીષણ અને ભયાનક છે કે આ વર્ષે જન્માષ્ટ્રમીની ‘કોરોનાષ્ટ્રમી’ તરીકે ગણતરી કરવામાં આવી રહી છે. કોરોના તેના પગ સતત લાંબા કરી રહ્યો હોવાથી તકેદારીના ભાગરૂપે સિહોર સહિત પંથકના તમામ મંદિરો, હરવા–ફરવાના સ્થળો ઉપર લોકો માટે ‘કોરોનાબંધી’ લાગુ કરી દેવામાં આવી છે. ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે જન્માષ્ટ્રમીનો તહેવાર લોકો ઘરમાં રહીને જ ઉજવશે.

બીજી બાજુ એવી અપીલ પણ કરવામાં આવી રહી છે કે ‘કાનોત્સવ’ને ઘરની અંદર જ મર્યાદિત લોકોની હાજરીમાં ઉજવવામાં આવવો જોઈએ અન્યથા ‘કોરોનાત્સવ’ અને ‘મોતોત્સવ’ થતાં વાર લાગશે નહીં ! સિહોરની વાત કરવામાં આવે તો જન્માષ્ટ્રમી દરમિયાન લોકમેળા અને ખાનગી મેળાઓનું ચલણ વર્ષેાથી ચાલ્યું આવે છે અને અહીં ગૌતમેશ્વર ખાતે લોકમેળો યોજાઈ છે જેમાં હજારો લોકો મેળાનો લ્હાવો લે છે જિલ્લાભરમાંથી લોકો સિહોર આવે છે પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખી તત્રં દ્રારા મેળાના આયોજન ઉપર પ્રતિબધં લાગુ કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત શહેરમાં હરવા–ફરવાના સ્થળોએ લોકોની અવર–જવર ઉપર પ્રતિબધં મુકી દેવામાં આવ્યો છે.બીજી બાજુ કોરોનાનો ભય લોકોમાં એટલો વ્યાપી જવા પામ્યો છે કે સ્વૈચ્છિક રીતે જ ફરવા જવાનું ટાળી રહ્યા છે.આ બધાની વચ્ચે આજથી માસ્ક નહીં પહેરવા બદલ ૧૦૦૦ રૂપિયાના દંડની વસૂલાત શરૂ કરવામાં આવી હોવાથી લોકો સાથે બીજું કશું રાખે કે ન રાખે પરંતુ માસ્ક સાથે રાખવાનું ભૂલશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here