સિહોર અટલ ભવનના “આત્મનિર્ભર” અનાવરણ બાદ ફરી પ્રતિમા ઢાંકી દેવાતા અનેક ચર્ચાઓ

પાલિકા પ્રમુખ નો શક્તિ નો પરચો એક દિવસ પૂરતો જ રહ્યો, ગઇકાલે શંખનાદના અહેવાલો બાદ આજે પ્રતિમાઓ ફરી ઢાંકી દેવાઈ, ગઇકાલે ખુલ્લી મુકાયા બાદ હવે ફરી થશે અનવારણ.સમગ્ર મામલે અનેક ચર્ચાઓ

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે અતિ વિવાદાસ્પદ સિહોર નગરપાલિકા ના નવા અટલ ભવન નું અનાવરણ નગરપાલિકા પ્રમુખએ પોતાનો વિટો પાવર વાપરીને જનતા માટે ખુલ્લું મૂકી દઈને મોઢા મીઠા કરાવી નાખ્યા હતા. અટલ ભવનના કમ્પાઉડ માં મુકેલ અટલજી અને ગાંધીજીની પ્રતિમાઓ ને પણ ખુલ્લી મૂકી દેવામાં આવી હતી.

પણ કોણ જાણે ચોવીસ કલાકમાં એવું તે શું થયું કે આજે ફરી એ પ્રતિમાઓ ને ઢાંકી દેવામાં આવી છે. પ્રતિમાને ફરી ઢાંકી દેતા શહેરમાં લોકોના મોઢે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. હવે કાલ સવારે પાછું પ્રતિમાની માફક અટલ ભવનને પણ ઢાંકી દેવામાં ન આવે તેવું પણ લોકોના મોઢે વાતો સંભળાઈ રહી હતી ત્યારે ગઈકાલે અનવારણ બાદ આજે પ્રતીમાઓને ઢાંકી દેવાઈ છે અને હવે ફરી કોઈ નેતા આ પ્રતિમાઓનું અનવારણ કરશે કે કેમ..સમગ્ર મામલે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here