કોરોનાની મહામારીના પગલે ચોક્કસ વ્યક્તિઓની હાજરીમાં તાલુકાકક્ષાની ઉજવણી કરાશે, ધ્વજવંદન, પોલીસ પરેડ સહિતના કેટલાક કાર્યક્રમનુ આયોજન

સીતારામ સ્ટુડિયો દ્વારા કોરોના વોરિયર્સને બિરદાવતી (જીતીશુ જંગ) નામની ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે સ્વતંત્રતાપર્વે કાર્યક્રમમાં ખુલ્લી મુકાશે

મિલન કુવાડિયા
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષા, જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૃપે આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી સિહોરના મામલતદાર ઓફિસ ખાતે રાખવામાં આવી છે કોરોનાની મહામારી વચ્ચે તાલુકાકક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાદગીથી કરવાની છે જેમાં ખુબ ઓછા લોકોની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. સિહોર મામલતદાર કચેરી ખાતે ૧પ ઓગષ્ટને શનિવારે સવારે તાલુકાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં ધ્વજવંદન, પોલીસ પરેડ, રાષ્ટ્રગાન વગેરે કાર્યક્રમ થશે પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે.

સિહોર શહેર ડે કલેકટર રાજેશ ચૌહાણ અને મામલતદાર નિનામાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ માટેની હાલ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાલુકાકક્ષાના કાર્યક્રમમાં અધિકારી-કર્મચારી, પદાધિકારીઓ વગેરે હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નિયમનુ પાલન કરવુ પડશે અને ઓછા સભ્યોની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થનાર છે ઉલ્લેખનીય છે કે સિહોર સીતારામ સ્ટુડિયો દ્વારા કોરોના વોરિયર્સને બિરદાવતી (જીતીશુ જંગ) નામની ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે જે આવતીકાલે સ્વતંત્રતાપર્વે કાર્યક્રમમાં ખુલ્લી મુકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here