સિહોરમાં ૨ દિવસમાં ધીમીધારે બે ઈંચ વરસાદ : સૂર્યનારાયણના દર્શન દુર્લભ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સિંહપુરની ભૂમીને મેહૂલિયોએ ભાવથી ભીંજવી છે. છેલ્લા બે દિવસ સુધી ધીમીધારે વરસેલી મેઘમહેરને કારણે સિહોરમાં બે ઈંચ પાણી વરસી ગયું હતું. ઉપરાંત સમગ્ર જિલ્લાને મેઘરાજાએ બે દિવસ સુધી ધમરોળતા અડધાથી બે ઈંચ પાણી વરસાવી દીધું હતું. છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બની ગયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here