નગરપાલિકાના નવા પ્રમુખનો તાજ કોના માથે, ૫ નામો અતિ ચર્ચામાં, ૨૪મી અને સોમવારે મળશે બેઠક અને થશે ફાયનલ

કેટલાકે પ્રમુખ બનવા માટે ગાંધીનગર સુધીના તાર લંબાવ્યા, જોકે વિક્રમ નકુમ, દીપશંગભાઈ રાઠોડ, ચતુરભાઈ રાઠોડ, નટુભાઈ રાધે, અશ્વિન બુઢનપરા સહિતના નામો ચર્ચામાં

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા મહિલા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી અને ટીમની ટર્મ ૨૩મી અને રવિવારે પુરી થવા જઈ રહી છે જેને લઈ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે અને ૨૪મી અને સોમવારે યોજાનારી પાલિકા પ્રમુખની ચૂંટણીમાં આખરે કોણ બાજી મારે છે તે સમય બતાવશે પરંતુ હાલ અટકળો વચ્ચે કેટલાક સ્થાનિક નેતાઓએ પાલિકા પ્રમુખ બનવા માટે ગાંધીનગર સુધી તાર લંબાવ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે સિહોર નગરપાલિકાનો વહીવટ એકદમ કથળી ગયેલી હાલતમાં છે શહેરના હજુ કેટલાક વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે શાશન કરતા લોકોની અંદરો અંદરની લડાઈ જગજાહેર છે.

સમસ્યાઓથી ઘેરાયેલી પાલિકા અને તેની વચ્ચે આખરે પ્રમુખ કોણ બનશે તે બાબતની ચર્ચાઓ શહેરના સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે જોકે પાલિકા પ્રમુખ માટે વિક્રમભાઈ નકુમ, દીપશંગભાઈ રાઠોડ, ચતુરભાઈ રાઠોડ, નટુભાઈ રાધે, અશ્વિન બુઢનપરા સહિતના નામો ચર્ચામાં છે આ ચર્ચાઓ વચ્ચે ૨૫મી અને મંગળવારનો સૂરજ પ્રથમ નાગરિકનું બિરુદ લઈ કોના માથે ઉગે છે તે સમય બતાવશે પરંતુ જેના માથે પણ કળશ ઢોળાશે તેના માટે કપરા ચઢાળ છે તે નક્કી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here