પરિવાર તહેવાર કરવા મહેસાણા ગયો અને સિપલા કંપનીના મેનેજરના ઘરમાં તસ્કરોએ ખેપ મારી, સતત ધસમસતા વિસ્તારમાં ચોરીની ઘટનામાં જાણભેદુ હોવાની આશંકા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના અમદાવાદ રોડ પર આવેલ હંસદેવ મહિલા મંડળની બાજુમાં આવેલ મકાનમાં તસ્કરોએ ત્રાટકયા છે મકાનમાંથી સોનુ ચાંદી રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતા ભારે ચકચાર મચી છે હાલ પોલીસે પણ દોડી જઈને પ્રાથમિક તપાસ હાથ ધરી છે સિહોરના અમદાવાદ રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે હંસદેવ મહિલા મંડળની બાજુમાં રહેતા હાર્દિક પ્રકાશ ચંદ્ર આચાર્ય જેઓ સિપલા કંપનીના મેડિકલ રીપ્રેસેન્ટિટિવ છે જેઓ સાતમ આઠમ તહેવારોને લઈ પરિવાર સાથે મહેસાણા ગયા હતા આ તકનો લાભ લઇ તસ્કરો મકાનમાં ત્રાડકીને ઘરમાં રહેલા કબાટ અને તિજોરી માંથી રોકડ સોના ચાંદી દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.

જ્યારે મકાન માલિક પરિવાર ગઇકાલે મોડી રાત્રીના મહેસાણાથી પરત ફર્યા તે વેળાએ તેઓને ઘટનાની જાણ થઈ હતી અને તસ્કરોએ ઘર અને દરવાજાના નકુચાઓ તોડીને વેર વિખેર કરી મૂક્યું હતું અંદાજે ૧,૫૦ લાખની મતાની ચોરીની ઘટનાના પગલે સિહોર પોલીસ દોડી આવીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી ચોરીની ઘટના એકદમ હાઇવે ટચ સતત ધસમસતો વિસ્તાર છે જ્યાં તસ્કરો ત્રાડકી ૧,૫૦ લાખની ચોરીને અંજામ આપતા આ ચોરીની ઘટનાને કોઈ જાણભેદુએ અંજામ આપ્યો હોઈ તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે સમગ્ર મામલે પોલીસે જિણવટ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here