પરિવારની સ્થિતિ એકદમ કફોડી, અશોકનું અકસ્માતે મોત થતા પરિવારમાં માતમ, આર્થિક સંકડામણને કારણે અશોકે જીવનનો અંત આણી દીધો, પરિવારને આર્થિક સહાય મળે તે જરૂરી છે

દેવરાજ બૂધેલીયા
કોરોનાને કારણે ધંધા રોજગારમાં લોકડાઉન સતત લંબાઈ રહ્યું છે ધંધા રોજગાર બંધ હોવાના કારણે ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિ દારૂણ બની છે રોજનું રોજ કમાઈને ખાતા ગરીબોની હાલત વધુ પડતી કફોડી બની છે અને ધંધા રોજગાર બંધના કારણે આવક નહિ હોવાથી હવે લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવી રહ્યા છે સિહોરના જુના સિહોર વિસ્તારમાં રહેતા અશોક સોલંકી નામના યુવકે ગુરુવારે બેકારીથી કંટાળી જીવનને ટૂંકાવી નાખ્યું છે.

.એવું કહેવાય છે કે અશોક હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા પ્રગટેશ્વર રોડ આવેલા કોઈ હીરાના કારખાનામાં કામ કરતા અશોક સોલંકીએ પૈસાની આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવી નાખ્યું હોવાનું કહેવાઈ છે કોરોનાના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી હીરાના કારખાનાઓ બંધ હોવાથી અસંખ્ય હીરાઘસુ રત્ન કલાકારોની રોજગારી બંધ છે ત્યારે યુવક મરણજનાર અશોકને પરિવારની ભરણપોષણ માટેની ચિંતા સતત સતાવતી હતી અને જેને કારણે તેઓએ ઇલેક્ટ્રિક લાઈન સાથે અકસ્માતે જીવન ટૂંકાવી દેતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

અશોક સોલંકીના લગ્ન કમળેજ ગામે થયેલા છે જેઓને બે બાળકો છે પિતાના અવસાનથી બન્ને બાળકો નોંધારા બન્યા છે બનાવને પરિવારમાં માતમ છે તો બીજી બાજુ અશોકના મોતથી પરિવારના બાળકો અને પત્નીને હવે ભરણપોષણ માટેની ચિંતા પણ સતાવી રહી છે સમગ્ર બનાવમાં પોલીસ અને વીજતંત્ર ટિમોએ તપાસ આદરી છે ત્યારે અશોક સોલંકી પરિવારની દારૂણ સ્થિતિ સામે પરિવારને સહાય મળે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here