કાયમી થયેલા ૬ કર્મીઓનો ઠરાવ રદ નહિ થતા દલિત અધિકાર મંચ મેદાનમાં આવ્યું, આવતીકાલે ૪ વાગે આંબેડકર નગરમાં બેઠકનું આયોજન, નગરપાલિકામાં કામ કરતા મોટાભાગના કર્મીઓ બેઠકમાં હાજરી આપે તેવી શકયતા, કોંગ્રેસ કે વિપક્ષ પણ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતાઓ

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા દ્વારા ૬ કર્મીઓને કાયમી કરવાનો મામલો અતિ વિવાદિત બન્યો છે..છ કર્મીઓને કાયમી કરવાના કારણે જ પાલિકા વિભાગમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ મામલે કેટલાક કર્મચારીઓએ દલિત અધિકાર મંચની રજુઆત સમયે હાજરી આપીને પોતાનો રોષ વ્યકત કર્યો હતો સમગ્ર મામલે દલિત અધિકાર મંચ દ્વારા કાયમી થયેલા કર્મીઓ પોતાના મળતીયા હોવાના લીધે કાયમી કરી દીધા હોવાના આક્ષેપો અગાઉ થઈ ચૂક્યા છે અને વિપક્ષ સામે પણ આક્ષેપો થઈ ચૂક્યા છે.

જોકે કોંગ્રેસ દ્વારા આ મામલે આવેદન પણ અપાયું છે અને કાયમી થયેલા કર્મીઓનો ઠરાવ રદ કરવામાં આવે તેમજ જુના વર્ષોથી કામ કરતા કર્મીઓને કાયમી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે બીજી બાજુ નગરપાલિકા મહિલા પ્રમુખે કાયમી થયેલા કર્મીઓ બાબતે કહેલું છે કે જે હાઇકોર્ટેનો ઓર્ડર લઈને ફરજ પર આવેલા છે સમગ્ર મામલો ખૂબ પેચીદો બન્યો છે સમગ્ર નગરપાલિકાના અનેક કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે.

ત્યારે કાયમી થયેલા ૬ કર્મીઓનો ઠરાવ રદ નહિ થતા દલિત અધિકાર મંચ મેદાનમાં આવ્યું છે આવતીકાલે રવિવારે ૪ વાગે આંબેડકર નગરમાં બેઠકનું આયોજન કરાયું છે જેમાં નગરપાલિકામાં કામ કરતા મોટાભાગના કર્મીઓ બેઠકમાં હાજરી આપે તેવી શકયતા દેખાઈ રહી છે બેઠકમાં કોંગ્રેસ અને વિપક્ષ જોડાઈ તેવી શકયતા નકારી શકાતી નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here