છેલ્લા ત્રણ દિવસથી સૂર્ય નારાયણ દુર્લભ, બપોરના સમયે વરસાદની દે-ધનાધન, ખેડૂતોમાં ખુશખુશાલ

દેવરાજ બુધેલીયા
સિહોર સહિત પંથકમાં રાજાધિરાજ મેઘરાજાએ છેલ્લા ચારેક દિવસથી મહેર વરસાવવાનું શરુ રાખતા લોકોમાં ખાસ કરીને જગતના તાત ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી રહી છે શ્રાવણ માસના પ્રારંભની સાથે જ ચોતરફ સાર્વત્રિક સારો વરસાદ પડયા બાદ આજે શનિવારે પણ સિંહપુરમાં શ્રાવણ માસના સરવડા યથાવત વરસ્યા હતા. અને હળવાથી ભારે ઝાપટા પડયા હતા. જેના કારણે જળાશયો,નદી નાળાઓ અને તળાવડાઓમાં નવા નીરની આવક વધી રહી છે. સિહોર શહેર અને તાલુકામાં આજના શનિવારના દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્યા હતા અને અંદાજે એકાદ ઈંચ વરસાદ ખાબકી જતા ચોતરફ પાણી પાણી થઈ જવા પામેલ.

આજે બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ અવિરત મેઘમહેર છેલ્લા ત્રણ દિવસથી શરુ રહેવા પામી છે જેને લઈને ખેડૂત વર્ગ પણ ખુશખુશાલ થઈ ગયેલ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘાડંબર વચ્ચે હળવાથી ભારે વરસાદથી ચોમાસાની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. સતત ગોરંભાતા વાદળો અને ભારે વરસાદની આગમનની રાહ જોઈ રહ્યા છે. આ અઠવાડીયામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાના કારણે ખેતી માટે સરસ વરસાદ નોંધાવા પામેલ છે. પરંતુ હજુ સુધી નદી નાળા છલકાવે તેવા વરસાદના આગમનનો લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here