પોતાના સમયગાળામાં અનેક સમસ્યા અને પડકારોને સામેથી ઝીલીને સોલ્યુશન કરવાના તમામ પ્રયત્નો આ મહિલા પ્રમુખે કર્યા, બીજી બાજુ મહિલા પ્રમુખ શહેરના લોકોનો વિશ્વાસ જીતવામાં પણ સફળ રહ્યા

નવી કચેરી બનાવવા માટે કેટલાક પોતાનાઓને નારાજ કરીને શહેરના હિત માટે અનેક પડકારોનો આ મહિલા પ્રમુખે સામનો કર્યો અને સફળ રહ્યા, નવા પ્રમુખ માટે પણ અનેક પડકારો અને સમસ્યાઓ રહેલી છે


સલીમ બરફવાળા
સિહોર નગરપાલિકા વોર્ડ નં ૭ માંથી ચૂંટાયેલા મહિલા ઉમેદવાર દીપ્તિબેન વિશાલભાઈ ત્રિવેદી કે જેઓ અનેક કહેવાતા ધુરંધરોને મ્હાત આપીને સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને સ્થાનિક લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહીને સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી અને બરાબર ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ના સવારના સૂરજના પ્રથમ કિરણો દીપ્તિબેન વિશાલભાઇ ત્રિવેદીના માથે પ્રથમ નાગરિકનું લેબલ લાગીને ઉગ્યા હતા સામાન્ય પરિવારમાંથી આવતા મહિલા પ્રમુખ માટે ૨/૫૦ વર્ષનો સમયગાળો ખૂબ કપરો રહ્યો.

પરંતુ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા તેટલું ચોક્કસ કહી શકાય પ્રમુખ બન્યા પછી તરત જ મોદી સાહેબનું સફાઈ અભિયાન કામગીરીમાં દીપ્તિબેનની કામગીરી શ્રેષ્ઠ રહી તે શહેરનો પ્રત્યેક નાગરિક જાણે છે શહેરની મુખ્ય સમસ્યા પાણી, ફિલ્ટર પ્લાન્ટ, ગૌતમીનદી સફાઈની બાબત હોઈ કે શહેરની ગંદકી કે ગટરો ઉભરાવવાની સમસ્યાઓ હોઈ તમામ બાબતો અને લોકપ્રશ્નો માટે હંમેશા પોઝિટિવ વલણ રાખીને એમના લેવલ સુધી તમામ સમસ્યાઓનું સોલ્યુશન અને સમાધાનના પ્રયત્નો મહિલા પ્રમુખ દ્વારા કરાયા છે અનેક સમસ્યાઓને સામેથી પડકારી અને તેના નિરાકરણ માટે રાત દિવસ સખત મહેનત આ મહિલા પ્રમુખે કરી છે.

શહેરને એક સારી સુવિધા મળે તે માટે નવી કચેરી બનવા માટે અનેક પડકારો ઝીલી મુશ્કેલીઓને મ્હાત આપી પરેશાનીઓ માંથી પાર થઈને શહેરના લોકોને નવી કચેરી મળે તે માટે કેટલાક પોતાનાઓને નારાજ કરીને પણ કચેરી ઉભી કરવામાં મહિલા પ્રમુખ તરીકે સફળ રહ્યા છે અને તે સૌ સારી રીતે જાણે છે કારણકે પોતાનાંઓને કોઈ નારાજ નથી કરતું હોતું પરંતુ ખુરશી અને હોદ્દાઓની અમુક મર્યાદાઓ હોઈ છે દીપ્તિબેન વિશાલભાઈ ત્રિવેદીના પ્રમુખપદના અઢી વર્ષનો સમયગાળો ખૂબ કપરો રહ્યો પરંતુ લોકોનો શહેરના લોકોનો વિશ્વાસ જીતવામાં મહિલા પ્રમુખ તરીકે સફળ રહ્યા તે વાત સત્ય છે અને હવે નવા બનીને આવતા પ્રમુખ માટે પણ અનેક સમસ્યાઓ અને પડકારો રહેલા છે તે પણ એટલી હકીકત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here