પર્વ ઉજવણી-રજા માણવાની અનેક ઉમદા પધ્ધતિઓ છતાં જુગારીઓ જુગાર રમવાનું ભૂલતા નથી, સિહોર કે જિલ્લામાં રોજ પચાસથી વધુ ચડે છે પોલીસની ઝપટે

દેવરાજ બુધેલીયા
ગરીબો બે ટંક ખાવાનું મેળવવા પરસેવો પાડે ત્યારે બીજી તરફ હરામની કમાણીનો જૂગાર, પવિત્ર પર્વને લાંછન લગાડતા જૂગારીઓ

પવિત્ર માસ શ્રાવણમાં આવતા સાતમ આઠમના તહેવારોની પરંપરા મૂજબ  ઉજવણી પાછળ દરેક વ્યક્તિ, તેના પરિવાર અને પ્રકૃતિનું હિત સધાય તેવો હેતુ છે અને યોગ્ય રીતે ઉજવણી થાય તેવું પરિણામ પણ છે પરંતુ, આ દૈવી પર્વને કેટલાક આસુરી તત્વોએ જૂગાર રમવાનું બહાનુ બનાવી દેતા સિહોર સાથે જિલ્લામાં આ વર્ષે મહામારી કાળમાં પણ લાખો રૂ।.નો જૂગાર રમતા રોજ ૫૦થી વધુ શખ્સો ઝડપાઈ રહ્યા છે. ઘરો,ફ્લેટ, કારખાના,ફાર્મહાઉસ કે એવી ખાનગી જગ્યાએ રમાતા જૂગારમાં નહીં પકડાતાની સંખ્યા તો હજારોની હોય શકે છે.

દર વર્ષે શ્રાવણમાં જૂગાર રમીને પર્વની આસુરી શેતાની પધ્ધતિ એ ઉજવણી કરીને આ તત્વોએ સંસ્કૃતિમાં વિકૃતિ લાવવાનું કામ કરે છે ત્યારે સમજુ લોકોએ સમજવાની જરૂર છે કોરોનાનો ચેપ હજારો લોકોમાં પ્રસર્યો છે પણ જૂગાર રમવાનો મહારોગ કેટલાક દાયકાઓથી જિલ્લામાં નબળી માનસિક શક્તિ ધરાવનારાઓમાં ફેલાયેલો છે અને તેની રસી હજુ શોધાઈ નથી. સાતમ આઠમની આસપાસના દિવસોમાં એક તરફ રજા આવતી હોય છે અને દુકાનો, કારખાનાઓ બંધ રખાય છે.

ત્યારે આ રજાનો ઉમદા ઉપયોગ કરવા, ઉત્સાહ અને આનંદ વધે તેવી દરેક પર્વની ઉજવણીની પ્રચલિત પધ્ધતિઓ અને પરંપરા હોવા છતાં જૂગાર રમાય છે. પોલીસ બાતમીના આધારે દરોડા પાડે છે, કેટલાક તત્વોને પકડે છે, મુદ્દામાલમાં રોકડ, વાહન વગેરે કબજે કરે છે અને આરોપીઓને થોડા સમય બાદ છોડી દે છે. આ પગલાથી જૂગારીઓ સુધરતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here