પ્લાસ્ટિક ભરીને સુરતથી સિહોર અને મહુવા તરફ આઇસર જતું હતું તે વેળાએ પોલીસને બાતમી મળી કે પ્લાસ્ટિકની આડમાં દારૂ અને બિયરનો જથ્થો છે, ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે

દેવરાજ બુધેલીયા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પૂરતી રહી હોય તેમ ઠેર ઠેર દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. હજુ ઘોઘા પોલીસના અધિકારી પીઆર સોલંકી ભગીરથસિંહ સહિત સ્ટાફે મામસા નજીક ઓરડી માંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડયાને ઘટના શમી નથી ત્યાં ફરી સિહોર પાસેથી દારૂ હાથ લાગ્યો છે બુટલેગરો દારૂ ઘુસાડવાના નતનવા કિમીયાઓ કર્યે રાખે છે પરંતુ પોલીસની સક્રિયતાના કારણે બુટલેગરોના કિમીયાઓનો પર્દાફાશ થાય છે સિહોર પોલીસના અધિકારી કે.ડી ગોહિલ અને સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સિહોર પોલીસે દારૂની ૭૦ પેટી અને બિયરની ૧૦ પેટી મળી કુલ રૂા. ૬,૭૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઉપલબ્ધ પ્રાથીમક વિગતો મુજબ સિહોરના શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલી સિહોર પોલીસે ગતરાત્રીના ૮ વાગ્યા આસપાસ ટાણા પસાર થઇ રહેલ આઇશર નંબર જી.જે.૦૪ એકસ ૭રપ૦ને શંકાના આધારે અટકાવી તલાશી લેતા પ્લાસ્ટીકની આડમાં છુપાવેલી વિદેશી દારૂની ૭૦ પેટી અને બિયરની ૧૦ પેટી મળી આવતા ટ્રક સાથે રહેલ મજીર સતાર ડુંગરીયા અને ભયુદીન ભીખા લાલોતરા (રે, બન્ને સુરત)ને આઇશર સમેત રૂપિયા ૬,૭૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો સામે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપાયેલ આઇશર ટ્રક સુરતથી આવ્યો હોવાનું અને જથ્થો મહત્પવા લઇ જવાઇ રહ્યો હોવાનું પ્રાથીમક તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે કામગીરીમાં કે.ડી.ગોહિલ, જે.બી.પરમાર, વિઠ્ઠલભાઈ ચૌહાણ, ઈન્દ્રજીતસિહ ઝાલા, અશોકસિંહ ગોહિલ, બીજલભાઈ, પદુભા ભડલી, રાજેન્દ્રસિંહ ગોહિલ, ઈમરાનભાઈ, જગદિશભાઈ, જયપાલસિંહ સહિત જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here