છતમાંથી ટપકતા પાણીને લઈને સાહિત્ય પણ ઢાકવું પડે છે, કર્મીઓની હાલત કફોડી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકા પંચાયત ના આઈ.એ.બી વિભાગનું જૂનું મકાન અતિ જર્જરિત હાલતમાં પડું પડું થઈ રહ્યું છે. વરસાદ પડતાં અહીંની છતમાંથી પાણી ટપકી રહ્યું છે જેના લીધે અહીંનું સાહિત્ય પણ ઢાકવું પડે છે. અહીંના મકાનમાં વીજ પુરવઠો પણ બંધ હાલતમાં છે. એક તરફ સરકાર વિકાસ ની વાતો કરી રહી છે ત્યારે અહીં ભયના ઓથાર હેઠળ કર્મચારી કામ કરી રહ્યા છે. આ બાબતે તાલુકા પંચાયત ના પ્રમુખ જયદેવસિંહ ગોહિલ પણ મૌખિક શંખનાદના પ્રતિનીથી સાથે વાત કરી ઉચ્ચ સ્તરે રજુઆત કર્યા હોવાની વાત જણાવેલ હતી.

જ્યારે સિહોર નગરપાલિકા ના ચિતળિયા બાલમંદિરમાં ટેક્સ વિભાગ, લાઈટ વિભાગ અને આરોગ્ય કેન્દ્ર સેવા તાલુકા અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે. અહીં પણ મકાન જર્જરિત હાલતમાં છત થઈ ગઈ છે જેમાં વરસાદી પાણી સતત ટપકતું રહે છે. ત્યારે અહીં કામ કરતા ડોકટર સહિત સ્ટાફ ને બેસવા તેમજ દવાઓ સહિતના જરૂરી વસ્તુઓ પાણીમાં પલળી ગઈ છે.

આ અંગે તાકીદે છતની મરમત કરવા માટે થઈને તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણી એ ચીફ ઓફિસર ને લેખિતમાં જાણ કરેલ. અહીંની છત માં ઇલેક્ટ્રિક નો બિનઉપયોગી સામાન પડ્યો છે તેને તાકીદે દૂર કરીને રીપેરીંગ હાથ ધરવા રજુઆત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here