સિહોર ખાતે આપ દ્વારા ઉગ્ર વિરોધ : પાટિલ માલધારી સમાજની માફી માગે તેવી માંગ

હરિશ પવાર
આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે, 8 દિવસની અંદર શહેરમાં ગાયો ના દેખાવી જોઈએ. પાટિલના નિવેદનના કારણે માલધારી સમાજ નારાજ હોવાનો દાવો કરીને સિહોર ખાતે આમ આદમી પાર્ટીએ આવેદન આપ્યું છે.ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના કહેવાતા નિવેદન સામે ઉગ્ર વિરોધ દર્શાવીને સિહિર શહેર ખાતે આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર અપાયું છે. આવેદનપત્ર આપતી વખતે આમ આદમીના આગેવાનોએ હાય રે પાટીલ, હાય હાયના નારા લગાવ્યા હતા. આપના સ્થાનિક નેતાઓનો એવો આક્ષેપ છે.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે,  8 દિવસની અંદર શહેરમાં ગાયો ના દેખાવી જોઈએ. સીઆર પાટિલના નિવેદનના કારણે માલધારી સમાજ નારાજ હોવાનો દાવો કરીને આમ આદમી પાર્ટીએ આવેદન આપ્યું છે અને આવા નિવેદન સામે સીઆર પાટીલ માફી માંગે એવી માગણી કરી છે. સી.આર. પાટીલ પોતાના શબ્દો પાછા ખેંચે એવી માંગ કરી છે આ ઉપરાંત ગૌચરના દબાણો દૂર કરવા અને ગાયો માટે અલગ જમીન ફાળવવા માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here