સિહોર તાલુકામાં આવતીકાલે યોજાશે આપની બેઠક – મોટા આગેવાનો ખેસ ધારણ કરશે

સવારે ૧૦ વાગે હનુમાનધારા મંદિર ખાતે મળશે બેઠક, દિલ્લીનું તેડું આવતા અનિવાર્ય સંજોગોને લઈને ગોપાલ ઇટાલીયા અને ઈશુંદાન ગઢવી બેઠકમાં હાજર નહિ રહે

બ્રિજેશ ગૌસ્વામી
રાજ્યમાં ચૂંટણીના ભણકાર ધીમી ગતિએ વાગી રહ્યા છે. ભાજપ એક તરફ કોંગ્રેસ યુક્ત બનતી જાય છે ત્યારે ત્રીજા મજબૂત પક્ષ તરીકે પ્રજા માટે સારા વિકલ્પ તરીકે આપ પોતાનું સ્થાન ગુજરાતમાં ઉભું કરી રહ્યું છે. દિલ્હી બાદ કેજરીવાલ ની નજર ગુજરાત ઉપર આવી છે. ત્યારે રાજ્યમાં જેમની ખૂબ મોટી લોકચાહના છે તેવા વરિષ્ઠ પત્રકાર ઈશુંદાન ગઢવી પણ આપમાં જોડાયા છે. ત્યારે આવતીકાલે સિહોરમાં આપની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.

આપની મિટિંગમાં પહેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને ઈશુંદાન ગઢવી હાજર રહેવાના હતા પણ અચાનક તેમને દિલ્હી નું તેંડુ આવતા પ્રવાસમાં ફેરફાર કરી તેઓ દિલ્હી જવા નીકળી ગયા હતા. આવતીકાલે સિહોર તાલુકાના રાજકારણમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે. સિહોર તાલુકાના ભાજપના અને કોંગ્રેસના મોટા માથાઓ આપનો ખેસ ધારણ કરે તેવા સૂત્રો પાસેથી સમાચાર છે ત્યારે જોઈએ કે આપ દિલ્હી ની માફક ગુજરાત માં લોકોના દિલ જીતી શકે છે કે કેમ..ત્યારે આવતીકાલે સિહોર ખાતે હનુમાનધારા મંદિર ખાતે યોજાનારીઆ બેઠક પર સ્થાનિક રાજકારણીઓની બાઝ નજર રહેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here