સિહોર વોર્ડ નંબર ૫ માં એક સાથે ૭૦ વ્યક્તિએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી સક્રિય, લોકોનો આમ આદમી તરફ ઝુકાવ

બ્રિજેશ ગોસ્વામી
રાજ્યમાં આગામી ચૂંટણીમાં ત્રીજા દમદાર પક્ષ તરીકે પોતાનો પાયો મજબૂત કરવા માટે થઈને આમ આદમી પાર્ટી પુરી મહેનત ગ્રાઉન્ડ લેવલ ઉપર કરી રહી છે. રાજ્યના ચમકતા સિતારાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે ધીમે ધીમેં ત્રીજા વિકલ્પ માટે પ્રજા પણ આમ આદમી પાર્ટી તરફ પોતાની નજર માંડી રહી છે.

ભાવનગર જિલ્લામાં આપ નું એપી સેન્ટર જો કહીએ તો તે સિહોર લાગી રહ્યું છે. ગઈકાલે મોડી રાતે સિહોરના રાજકારણ માં હડકપ મચાવે તેવા સમાચારો બહાર આવ્યા હતા. સિહોરના વોર્ડ નંબર ૫ માં આવેલ માધવગર એક માંથી એક સામટા ૭૦ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

આપના ગુજરાત પ્રદેશ ના સહ સંગઠન મંત્રી અશોકભાઈ ગોહિલ ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્વ મહિલા જિલ્લા પ્રમુખ જલ્પાબેન મકવાણા અને સાથે કોમલબેન હાજર રહ્યા હતા. હાલની સિહોરમાં અને તાલુકામાં આપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here