સિહોર બાદ અગિયાળીમાં તીડ જોવા મળતા ખેડૂતોમાં ભય

સંદીપ રાઠોડ
છેલ્લા ચાર પાંચ દિવસથી રણતીડે સિહોર તાલુકામાં કેટલાક ગામોમાં આતંક મચાવ્યો છે અને ખેતીના પાકને નુકશાન કર્યુ છે તેથી ખેડૂતો ચિંતીત જોવા મળી રહ્યા છે. પરંતુ બીજી બાજુ તીડથી લોકોએ ગભરાવવાની જરૂર નથી સિહોર તાલુકાના અગિયાળી ગામમાં આજે સાંજના સમયે તીડના ઝુંડ આવ્યાના અહેવાલો મળી રહ્યા છે અને ખેતીના પાકને નુકશાન પહોંચાડયુ હતુ તેથી ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોએ થાળીઓ વગાડી તીડ ભગાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને આ અંગે સરકારી તંત્રને જાણ કરવામાં આવી છે અગિયાળીના વાડી વિસ્તારમાં પણ તીડ જોવા મળ્યા હતા તેથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હાલ અગિયાળી માંથી તીડ પસાર થઈ રહ્યા છે. આ તીડ ખાસ કરીને વનસ્પતિ ખાતા હોવાથી વન્ય વિસ્તાર અથવા અન્ય વનસ્પતિને ખોરાક બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here