અગ્નિપથ યોજના હેઠળ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં નહિ આવે તો સિહોર તાલુકામાં ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળનું એલાન ; સિહોર તાલુકાના વિધાર્થીઓના દેખાવો રેલી વિરોધ પ્રદર્શન ; સરકાર સામે સૂત્રચાર ; આક્રોશભેર મામલતદાર કચેરી ગ્રાઉન્ડમાં વિધાર્થીઓનું ટોળું બેસી ગયું

હરીશ પવાર
અગ્નિપથ યોજના હેઠળના સિહોરમાં વિધાર્થીઓ દ્વારા રેલી સાથે દેખાવો થયા છે સિહોર ખાતે આજે મોટી સંખ્યામાં આર્મીમાં ભરતી માટેની લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારો દ્વારા એક રેલી યોજી સમામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં દ્રારકા ખાતેની આમીઁ ભરતીમાં ફિઝિકલ અને મેડિકલ પરિક્ષમાં પાસ થયેલા ઉમેદવારોની વહેલી તકે લેખિત પરીક્ષા લેવામાં આવે ,નવા ટી.ઓ.ડી હેઠળ ભલે ભરતી કરવામાં આવે પણ તેઓને જૂની ભરતી પ્રમાણે ભરતી કરે અને ટી.ઓ.ડી આર્મી ભરતીમાં ઉમર મર્યાદાની છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.

કેન્દ્ર સરકારે આર્મી ભરતી માં 4 વર્ષની અગ્નિપથ યોજના અમલમાં મૂકી છે.પરંતુ તેના કારણે સિહોર પંથકના ઉમેદવારો કે જે કોરોના કાળ અગાઉના વર્ષમાં આર્મીમાં ભરતી માટેની તૈયારીઓ અને દ્રારકા ખાતે આમીઁ ભરતીમાં ફિઝિકલ અને મેડિકલમાં પાસ થઈ હવે જ્યારે માત્ર લેખિત પરીક્ષા આપી ભરતી થવાના અને દેશની રક્ષા કરવાના સ્વપ્ન જોઇ રહ્યા હતા તે યુવાનોના સ્વપ્નો રોળાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેથી આજે સિહોર ખાતે મોટી સંખ્યામાં આર્મીમાં ભરતીની તૈયારી કરતા ઉમેદવારો એકઠા થયા હતા. જેમાં તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી આ મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં તેમણે રજુઆત કરી હતી કે ટી.ઓ.ડી ના નવા નિયમો ના કારણે વિધાથીઓ સાથે અન્યાય થતો જણાય છે.કોરોના ના કારણે છેલ્લા 2 થી 3 વષઁની આમીઁની ભરતી કરવામાં આવી નથી જેને કારણે આમીઁની તૈયારી કરતા વિધાથીઓની ઉમર વધતી જણાય છે.તેમજ ટી.ડી.ઓ ના નિયમમાં વય મર્યાદામાં ધટાડો કરવાનો નિણઁય લેવાયો છે.તો વિધાથીઓ અને આગેવાનો દ્રારા આવેદન પાઠવી રજુઆત કરી હતી કે ઉમરની વયમર્યાદા વધારો કરી છુટછાટ આપવામાં આવે તેવી વિનંતી.સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી.

જો આ વિધાથીઓને સરકાર દ્રારા ન્યાય આપવામાં નહિ આવે તો સિહોર તાલુકાના તમામ વિધાર્થી મિત્રો ભુખ હડતાલ અને ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવીશું કારણકે રાત દિવસ ની મહેનત પાછળ પરીવારજનોના પણ સપનામાં જોડાયેલા હોય છે.જે આ કેન્દ્ર સરકારનો નવા આમીઁ ભરતીના નિયમો ને કારણે તે સ્વપ્નાઓ છુટતા જોવા મળે છે.જો આ નિયમોમાં ફેરફાર કરવામાં નહિ આવે તો વષોઁથી આમીંમા જોડાવાની મહેનત કરે છે તેવા વિદ્યાર્થીઓના ભવિષ્ય નું શું…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here