સિહોર ખાતે આહીર સમાજ દ્વારા રાહતદરે નોટબુક વિતરણ, ૪૦ હજાર બુકો રાહત દરે વેચશે

બ્રિજેશ ગૌસ્વામી
રાજ્યમાં શિક્ષણનો ભાર અસહ્ય છે રિતરસ શિક્ષણના નામે સરેઆમ વેપલો થઈ રહ્યો છે સામાન્ય પરિવારોને બાળકો અભ્યાસ કરાવ્યા વગર છૂટકો નથી બીજી બાજુ શિક્ષણની મોંઘવારી પરિવારો માટે આફત બનીને ઉભી રહી છે વર્ષોથી આહીર સમાજ દ્વારા બાળકોને અભ્યાસ અને શિક્ષણીક શેત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે દર વર્ષે આહીર સમાજ દ્વારા રાહતદરે નોટબુકો વિતરણ કરાઈ રહ્યું છે જે માફક આજે સિહોર ખાતે આહીર સમાજ દ્વારા સમાજના બાળકોને રાહતદરે બુકો આપવામાં આવી છે દર વર્ષે પચીસ ત્રીસ હજાર બુકોને છપાવી સમાજમાં વિતરણ કરાતું હતું.

આ વર્ષે સિહોર આહીર સમાજે ચાલીસ હજાર બુકો છંપાવી છે જ્યારે મહત્વની બાબત એવી છે કે આહીર સમાજના જે પણ બાળકો અભ્યાસ કરતા હોય તેઓના ઘરે થઈ બુકોની કેટલી જરૂરિયાત છે તે યાદી સાથે સમગ્ર તાલુકાના ગામો અને વિસ્તાર વાઇઝ આગેવાનો સમાજ માટે ઉમદા કામ કરે છે અને સમાજના બાળકોના ઉત્કૃષ્ટ માટે બુકો ઘર ઘર સુધી પોહચાડી આપે છે આ બાબતે દિલીપભાઈ , સહદેવભાઈ, મિલન કુવાડિયા, જસાભાઈ, માસાભાઈ સહિતના આગેવાનો સતત શિક્ષણશેત્રે સમાજના લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે આને સમાજ પ્રત્યેની લાગણી કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here