રિઝર્વ બેંકની વિવિધ યોજનાઓ અંગેની માહિતી વિષે સિહોર ખાતે ત્રણ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક દિવસના સેમિનારનું આયોજન

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર ખાતે ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રિઝર્વ બેંકની વિવિધ યોજના અંગેના એક દિવસના સેમિનારનું આયોજન કરાયું છે સિહોર ગ્રાહક સુરક્ષા મંડળ, પ. બ ગણપુલે મહિલા મંડળ, C.E.R.C અમદાવાદ સંસ્થાના સયુંકતમાં તા.૨૮.૨.૨૦૨૦ શુક્રવારના રોજ મહિલા મંડળ ખાતે સવારે ૯ થી બપોરના ૨ સુધી સેમિનારનું આયોજન કરાયું છે કાર્યક્રમમાં બી.એ ગોહિલ (આરબીઆઇ મેનેજર રિટાયર્ડ) ભરતભાઈ શાહ (SBI મેનેજર રિટાયર્ડ) ટી એલ જોસેફ (CERC મેનેજર) સહિત મહિલા મંડળના પન્નાબેન મહેતા, ઇલાબેન જાની, તેમજ મહિલા અધિકારીઓ સંસ્થાની મહિલા આગેવાનો તેમજ ગ્રાહક સુરક્ષાના મુખ્ય વહીવટ કર્તાઓ અહીં ઉપસ્થિત રહેશે અને ઉપસ્થિતને માર્ગદર્શન આપશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here