જિલ્લામાં એક જ દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટયોઃ આજના દિવસમાં વધુ ૨૫ કેસો, કુલ પોઝીટીવ કેસનો આંક ૪૪૮

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર અલકાપુરી વિસ્તાર સુધી કોરોના પોહચી ગયો છે ત્યારે બીજી તરફ જિલ્લામાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે . પાલીતાણાના મહિલાનો કોરોનાએ ભોગ લેતા અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કોરોનાથી ૧૩ વ્યકિતના મોત થયા છે આજે ભાવનગરમાં એક સાથે ૨૫ કોરોના કેસ આવતા ખળભળાટ મચી ગયો છે પાલીતાણામાં રહેતા કાંતુબેન દામજીભાઈ કટડીયા ( ઉ.વ. પર ) નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું આજે મોત થયુ છે.

આ મહિલાને કોરોના ઉપરાંત અન્ય બિમારીઓ પણ હોવાનું તબીબોએ જણાવ્યું છે . જેના કારણે આ મોત કોરોનાની યાદીમાં નહિ ગણાય તેમ અધિકારીએ જણાવ્યુ છે . અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યુ છે તે મહિલાને હજુ ગઈકાલે જ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નિપજ્યુ છે.ભાવનગરમાં અત્યાર સુધીમાં ૧૩ વ્યકિતના કોરોનાથી મોત થયા છે . જેમાં કોરોના અને અન્ય બિમારીથી મોત નિપજ્યા હોય તેનો આંક ૫ છે . ગઈકાલે બે અને આજે એક એમ બે જ દિવસમાં કોરોનાથી ૩ વ્યકિતના મોત થયા છે.

ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત છે . આજે સવારે ભાવનગરમાં એક સાથે ૨૫ કોરોના કેસ આવતા ભારે ભય ફેલાય ગયો છે . જેમાં ભાવનગરના , મહુવાના સિહોર ઉમરાળા સહિતના દર્દીઓને તાબડતોબ ભાવનગર સર ટી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે . ભાવનગર શહેરમાં ૧૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૫ પોઝીટીવ કેસ આવતા આરોગ્ય વિભાગની ટીમો જુદા જુદા . વિસ્તારોમાં પહોંચી ગઈ હતી અને દર્દીઓના સંપર્કમાં આવેલાઓના મેડીકલ ચેકઅપ તથા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here