સિહોરના અમરગઢ આંબલામાં પાંચ કોરોના કેસો આવતા ગાંધીનગર આરોગ્ય ટીમના ધામાં, ઉચ્ચ અધિકારીઓ મુલાકાત અર્થે

હરીશ પવાર
સિહોરના અમરગઠ (જીથરી) અને આંબલા ગામે પાંચ કોરોના પોઝિટિવ કેસો આવતાની સાથે રાજય કોરોના લાયઝન અધિકારી ડો.આર.આર.વૈધ અને ટીમે સિહોર સોનગઢ અમરગઢ આંબલાની મુલાકાત લીધી છે હાલની પરિસ્થિતિ માં સમ્રગ દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે.જે અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર ખાતેથી જીલ્લા વાઈઝ સમીક્ષા સોંપવામાં આવેલ છે તે મુજબ ભાવનગર જીલ્લા ના લાયઝન અધિકારી શ્રી ડો.આર.આર.વૈધ દ્રારા સિહોર તેમજ સિહોર તાલુકાના કોરોના ના કેસો અંગે સમીક્ષા માટે તા.૫/૬/૨૦૨૦ ના રોજ સિહોર તેમજ પ્રા.આ.કેન્દ્ર સોનગઢ અને અમરગઢ-આંબલા ની મુલાકાત લીધેલ.

સવેઁલન્સ કોરોન્ટાઈન ની સ્થિતિ અને લોકોને સોશીયલ ડિસ્ટન્ટસ ની સમજણ માસ્કનું મહત્વ હાથ ધોવા સેનીટેઝારેશન વિશે લોકોને આરોગ્ય શિક્ષણ આપું હતું આ મુલાકાત દરમ્યાન જીલ્લા એપેડેમીક અધિકારી ડો.પરવેઝભાઈ પઠાણ,તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી,મેડિકલ ઓફિસર ડો.અનિલભાઈ ચોહાણ ,તાલુકા સુપરવાઈઝર અનિલભાઈ પંડિત-સોનગઢ સુપરવાઈઝર ગણપતભાઈ ભીલ તથા આરોગ્ય કમઁચારી હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here