સિહોરના અમરગઢ નજીક ગાય આડી ઉતરતા બાઇક સવાર ગંભીર રીતે ઘવાયા, ઇજાગ્રસ્ત બન્ને સગ્ગાભાઈ

બ્રિજેશ ગૌસ્વામી
ગઈકાલે મોડી રાત્રે સિહોરના અમરગઢ જીથરી પાસે લોકીક કામે જીથરી ગયેલ બે સગા ભાઈઓને અકસ્માત નડતા ભાવનગર ખાતે ખસેડવામાં આવેલ. મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે જીથરી ખાતે લોકીક કામે ગયેલ બે સગા ભાઈઓ પરત પોતાના ઘરે આવી રહ્યા હતા તે વેળાઓ જીથરી નજીક ગાય સાથે બાઇક અથડાઈ જતા બંને યુવકોને ગંભીર ઇજા પહોંચતા પહેલા સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here