કવિ કૃષ્ણ દવેના પ્રવચને ઉપસ્થિત સૌ કોઈને જકડી રાખ્યા, અરુણભાઈ દવેની એક એક વાત સમજવા અને મનોમંથન કરવા જેવી, અહીં સાચું શિક્ષણનું મૂલ્યાંકન થાય તે વાત સ્વીકારવી પડશે

મિલન કુવાડિયા
સિહોર તાલુકાની નામાંકિત સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ ખાતે વાર્ષિકત્સવ સંમેલન યોજાયું કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આગમન નોંધણી સાથે દીપપ્રાગટય બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અહીં ખાસ કવિ કૃષ્ણ દવે ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિકત્સવ કાર્યક્રમના રંગમંચ પર ઉપસ્થિત સૌએ કાર્યક્રમ અનુરૂપલક્ષી સંબોધન કર્યું હતું ખાસ કરીને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અરુણભાઈ દવેએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ મોજીલું હોઉં જોઈએ..શિક્ષક અને વિધાર્થી બંને ને મોજ આવી જોઈએ..સરલ ટેકનોલોજી નું શિક્ષણ હોવું જોઇએ.. ઘણી સ્કૂલ તથા એનજીઓ માં મોજીલું શિક્ષણ ની પ્રયોગ સફળ થયો છે..

દેશ સર્વોચ્ચ યુનિવર્સીટી જે એન યુ માં જે તોફાન થાય છે એ નિંદનીય ને દુઃખદ ઘટના છે..પછીમી સંકૃતિ નું અનુકરણ બંધ કરી અનિલદાદા ના પ્રયોગો ઉપર ધ્યાન દેવું જરૂરી છે તેવું અરુણભાઈ જણાવ્યું હતું ક્યારે ખાસ ઉપસ્થિત કવિ કૃષ્ણ દવેએ પોતાના પ્રવચનમાં લોકોને રીતસર જકડી રાખ્યા હતા અહીં વાર્ષિકત્સવ સંમેલનમાં ઉપસ્થિત સૌએ સાથે ભોજન લીધું હતું અને સાથે સાથે પરસ્પર પરિચય મિલન અને સંસ્થા દર્શન પણ યોજાયું હતું કાર્યક્રમમાં ખાસ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર સંસ્થાને ગામઠી રીતભાત મુજબ શણગાર કરવામાં આવ્યો હતો કહી શકાય કે અહીં સાચું શિક્ષણનું મૂલ્યાંકન થાય છે તે વાત સત્ય છે અને સ્વીકારવી પડશે પણ ખરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here