આંબલા ગામે મહેમાન તરીકે આવેલ દંપતી કોરોનાગ્રસ્ત, દંપતી અમદાવાદ જશોદાનગર વિસ્તારમાં રહે છે, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો, આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે જરૂરી કાર્યવાહી કરી, જિલ્લામાં કેસોની સંખ્યા ૧૨૮

દેવરાજ બુધેલીયા
કોરોના વાયરસની મહામારીને લઇને સમગ્ર ગુજરાત સહિત સિહોર ભાવનગર લોકડાઉનમાં ૭૦ દિવસ સુધી રહ્યું અને ૭૦ દિવસ બાદ અનલોક ૧.૦માં મોટા ભાગની છૂટછાટ મળતાં જ આંતર જિલ્લા પ્રવાસ શરૂ થયા છે. જ્યારે અમદાવાદથી પ્રવાસ કરી સિહોર ભાવનગર તરફ આવટા વ્યક્તિઓના કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. જ્યારે બુધવારનાં દિવસે સિહોરના આંબલા ગામે મહેમાન તરીકે આવેલા દંપતી સહિત એક સાથે ૪ કોરોનાં વાયરસનાં પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ત્રણ પોઝીટીવ કેસોમાં ત્રણેય કેસ અમદાવાદથી ટ્રાવેલીંગ હિસ્ટ્રીનાં છે.

આંતર જિલ્લા પ્રવાસને કારણે અમદાવાદથી આવેલા લોકોનાં પોઝીટીવ કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. ભાવનગરમાં પોઝીટીવ કેસોની સંખ્યા ૧૨૮ પર પહોંચી છે. ભાવનગર શહેર જિલ્લામાં અનલોક ૧.૦ આંતર જિલ્લા પ્રવાસની છૂટછાટ મળતાની સાથે જ અમદાવાદથી ભાવનગરમાં લોકો મોટી સંખ્યામાં આવવા લાગ્યા છે. અને અમદાવાદથી આવેલા લોકોનાં કેસો પોઝીટીવ નોંધાઇ રહ્યા છે. જ્યારે બુધવારનાં દિવસે એક સાથે ૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં આનંદનગર ખાતે રહેતા રાજેશભાઇ ધનજીભાઇ સોલંકી ઉ.વ.૩૮ તાજેતરમાં જ સુરતથી આવ્યા હતા. સીમ્ટમ ડેવલપ થતાં સેમ્પલ લેવામાં કનિદૈ લાકિઅ આવ્યા હતા.

તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતાં આઇશોલેશન વોર્ડ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ સિહોરનાં જીથરી ગામે રહેતાં ઘનશ્યામભાઇ ઢોલાગીરી ગોસ્વામી ઉ.વ.૭૦ અને તેમના પત્ની વિલાશબેન ઘનશ્યામભાઇ ગૌસ્વામી ઉ.વ.૬૦ અમદાવાદથી જીથરી આવ્યા હતા તે દરમિયાન સેમ્પલ લેવામાં આવતા પતી, પત્નીનાં રિપોર્ટ પોઝીટીવ આવાતં બન્ને આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.  તદ્‌ઉપરાંત ભાવનગરનાં રસાલા કેમ્પ મફતનગર ખાતે રહેતાં બર્ષા અશોકભાઇ કેસવાની ઉ.વ.૨૩ અમદાવાદથી ભાવનગર આવ્યા હતા.

દરમિયાનમાં તેમનાં કોરોના વાયરસ માટેનાં સેમ્પલ લેવાયા હતા ત્યારે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતાં આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેર જિલ્લામાં કોરોના વાયરસનાં પોઝીટીવ કેસોની સંખ્યા ૧૨૮ પર પહોંચી છે. ત્યારે જીથરી ગામે દંપતી કોરોના પોઝિટિવ આવતાની સાથે આરોગ્ય વિભાગનો મોટો કાફલો સ્થળે પોહચીને તકેદારીના પગલાં લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here