સિહોર આંબલા ગામના હિતેશ નામના વ્યક્તિએ ભાવનગર રાજકોટ હાઇવે રોડને લઈ કરી રજુઆત


દેવરાજ બુધેલીયા
રાજ્યમાં મોટા ભાગના રસ્તાઓ ભુગર્ભમાં જ ઉતરી ગયા હોય તેવું લાગે છે. તેમાં ભાવનગરથી કોઈ પણ દિશામાં જવા તમારે મુસાફરી કરવી હોય એટલે એક કમરના દુઃખવા મટાડે તેવી દવા ભેગી જ રાખવી પડે તેવી બદતર દુર્દશા રસ્તાઓની થઈ ગઈ છે. જિલ્લામાં કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી નિવાસ કરે છે છતાં જિલ્લાની કમનસીબી તો જુઓ સાહેબ. ત્યારે આવા ખરાબ રસ્તા થી ત્રાસીને એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે. જેમાં સિહોર નજીકથી પસાર થતા ભાવનગર રાજકોટ હાઇવે પર મસમોટા ખાડાઓ પડી જતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

નાના-મોટા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે રોડ પર પડેલા ખાડાઓના લીધે અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે નારી ચોકડીથી ભૂતિયા સુધીમાં અનેક ખાડાઓ પડ્યા છે ડિસ્કો રોડથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. સોશ્યલ મીડિયામાં પણ હાઇવે રીપેર કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.

સિહોર નજીકના આંબલા ગામના હિતેશ નામના જાગૃત નાગરિકે આ અંગે મુખ્યમંત્રી સુધી પુરાવા સાથે રજૂઆત કરી છે નારી ચોકડી થી ભૂતિયાના ઢાળ સુધી હાઇવે રોડ પર અનેક ખાડાઓ પડેલ છે.તાત્કાલિક રિ-કાર્પેટ કરવા ફરિયાદના આધારે તાત્કાલિક તમામ જગ્યા પર કામકાજ કરવામાં આવે શું અધિકારીઓની કોઈ જવાબદારી નથી શું કે આ સિસ્ટમના જવાબદાર અધિકારીઓ ને આ બાબતે ખ્યાલ નથી?

અવાર નવાર રાજકોટ ભાવનગર હાઇવે પર નીકળતા અધિકારીઓને શુ ખ્યાલ નહિ હોય અનેક ખાડા જે ખાડા તાત્કાલિક ધોરણે તપાસ કરાવીને યોગ્ય નિરાકરણ લાવવાની માંગ થઈ છે. પ્રજાના સેવકો કહેવાતા ખાદીધારી ઇનોવા ને ફોર્ચ્યુનર જેવી ગાડીઓમાં પસાર થતા હોય એટલે સ્વાભાવિક છે એમને પ્રજાની વેદના સમજાઈ નહિ આમાં તો પ્રજા જાગે તો જ આવા નબળા નેતાઓ ભાગે તેવી સ્થિતિ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here