વો બીતે દિન ફિર યાદ આ ગયે, પ્રેક્ષકોને જલસુડી કરાવી દેતા કલાકારો, એક એક ગીતો પર ઉપસ્થિત સૌ કોઈ વાહ વાહ બોલવા મજબુર

હરીશ પવાર
વિશ્વમાં આજે પણ જેનો સુર જેના ગીતો અમર છે તેવા સુરના સરતાજ રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સોમવારે સિહોર ખાતે યોજવામાં આવ્યો હતો. સિહોરના અમીન સોડા વાળા ઉસમાનભાઈ અને તેમનો પરિવાર રફી સાહેબના ખૂબ જ મોટા ચાહક છે. રફી સાહેબની હરેક યાદોને તેઓ અલગ રીતે ઉજવીને યાદ કરે છે. ત્યારે તા.૨૪ ફેબ્રુઆરી ને સોમવારે “અહેસાસ એ રફી” કાર્યક્રમ નું સુરીલું આયોજન કરવામાં આવ્યું હતુ.

હિન્દી ફિલ્મ જગતમાં આજે પણ જેનું નામ અને જેના કંઠે ગવાયેલા ગીતો વિશે આજના યુવાનને પણ માહિતી આપવી પડે તેવું છે નહીં તેવા રફી સાહેબ ને આજે પણ લોકો ગર્વ સાથે યાદ કરી તેના ગવાયેલા ગીતોને લલકારે છે. રફી સાહેબના કંઠે સાક્ષાત દેવી સરસ્વતી નો વાસ હતો તેમ કહીએ તો પણ નવાઈ નહિ. કેમકે દર્દભર્યા કે પ્રેમના હોય કે પછી જોશીલા ગીતો હોય રફી સાહેબના અવાજમાં ઢળે એટલે એ ગીત અમર જ બની જતું હતું. તેમના દર્દભર્યા ગીતોની એક અલગ જ પહેચાન આજે પણ છે.

આ કાર્યક્રમમાં રફી સાહેબના ચાહક રાજસ્થાન ગંગાનગરના વતની કપિલ કાલરા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ અહેસાસ એ રફી ની સંગીત સંધ્યામાં સુરોનું જાદુ પાથરવા રફી કંઠના બાદશાહ મુકેશભાઈ જાની, દર્શનાબહેન, અહેમદભાઈ, જે એલ દવે સહિતના કલાકારોએ રફી સાહેબના ગીતોને ગાઈને રફી સાહેબની યાદને તરોતાજા કરી દીધી હતી. અહીં કાર્યક્રમમાં રફી સાહેબના એવરગ્રીન ગીતોની મોજ માણવા શહેરના આગેવાનો, અધિકારીઓ, રાજકીય આગેવાનો અને સિહોરીજનો હાજરી આપી હતી. એક અલગ જ રાત કાલે ઢળી હોય તેવું કાર્યક્રમ ને અંતે લાગી રહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here