વટામણ હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકોને લલચાવીને લૂંટનારી ડફેર ગેંગ ઝડપાઈ, થોડા દિવસ પહેલા હાઈવે પર મધરાતે ૭ ટ્રક ચાલકોને માર મારી લૂંટી લીધા હતા

મિલન કુવાડિયા
સિહોર નજીક આવેલ કરદેજ અને ભાવનગર વિસ્તારના ૭ જેટલા ટ્રકો થોડા દિવસ પહેલા વટામણ નજીક લૂંટાયા હતા જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી હતી જેના ત્રણ આરોપીઓને આંણદ પોલીસે ઝડપી લીધા છે અને વટામણ હાઈવે પર ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેતી ડફેર ગેંગના ત્રણ રીઢા આરોપીઓને ઝડપી પાડીને આણંદ, ભરૂચ તેમજ વડોદરા જીલ્લામાં થયેલી લૂંટોના ભેદ ઉકેલી નાંખ્યા છે. લોકડાઉન દરમ્યાન વટામણથી તારાપુર તરફ આવવાના રોડ ઉપર કસ્બારા અને ગલીયાણા ગામની સીમમાં કરદેજ અને ભાવનગરના ટ્રક ચાલકોને માર મારીને લૂંટી લેવાની ઘટનાઓ ઉજાગર થતાં જ ડીએસપી અજીત રાજીઅનની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસબી પીઆઈ હરપાલસિંહ ચૌહાણ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.

જેમાં આ લૂંટો પાછળ ડફેર ગેંગનો હાથ હોવાની માહિતી મળી હતી.પોલીસે હાલમાં સક્રિય એવા ડફેરોની તપાસ હાથ ધરતાં ધોળકા જિલ્લાના ગાંગડ ગામે રહેતો જમાલ દાઉદ સિન્ધી (ડફેર) અને તેની ગેંગ સક્રિય હોવાની માહિતી મળતાં જ એલસીબીની ટીમ ગાંગડ ગામે ત્રાટકી હતી અને જમાલ દાઉદ સિન્ધી (ડફેર), રજનીકાન્ત દામોદર શ્રીમાળી અને ઘનશ્યામ અરજણભાઈ દેવીપૂજકને ઝડપી પાડ્યા હતા અને એલસીબી પોલીસ મથકે લાવીને તેઓની પૂછપરછ કરતાં તેઓએ જ આ લૂંટોને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here