રેશનશોપ ઉપર થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ને દુર તાકીદે દૂર કરો, રેશન કામગીરી પુરવઠાની છે ભાજપના કાર્યકરોની નહિ, કોંગ્રેસ

દરેક દુકાનોએ ભાજપના કાર્યકરોને કબ્જો લીધો છે, દરેક શોપધારકોને તાકીદે સૂચના આપવામાં આવે કે ભાજપના કાર્યકરોને હટાવે, કોંગ્રેસની રજુઆત

દેવરાજ બુધેલીયા
હાલમાં લોકડાઉન ની પરીસ્થિતિ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનુ પ્રમુખ સાથે પ્રતિનિધિ મંડળ અને દરેક તાલુકા લેવલેથી કોંગ્રેસ પક્ષ ની રજુઆત પછી સરકાર દવારા દરેક રેશનકાર્ડ ધારકો ને અનાજ સામગ્રી વિતરણ કરવામાં આવી રહી છે જે સરકાર માન્ય અનાજ ની દુકાન (રેશનશોપ) મા વિતરણ થઇ રહ્યુ છે અને તે જનતા પાસેથી વસુલવામાં આવતા ટેક્ષ થકી થઇ રહયુ છે અને તમામને વિતરણ,પુરૂ વિતરણ વ્યવસ્થા સરકાર ના પુરવઠા અધીકારીઓ ને આધીન છે તો પછી ભારતીય જનતા પાર્ટી દવારા દરેક રેશનશોપ ઉપર ત્રણ ત્રણ કાર્યકરોની નિમણુંક કરવામાં આવી છે અને રેશનશોપ ઉપર ડેરા નાખ્યા છે તો આ શુકામ ? શુ ભારતીય જનતા પાર્ટી આ રાહત સામગ્રી વિતરણ કરે છે ? કે પછી સરકાર અને સરકાર દવારા વિતરણ થતુ હોય તો રેશનશોપ ને ભાજપ કાર્યાલય જેવુ કેમ બનાવી રહયુ છે ? સામાન્ય લોકો ને ભાજપ દ્વારા વિતરણ કરાતુ હોય.

તેવો આભાસ ભાજપ ના કાર્યકરો દવારા કરાઇ રહયો છે શા માટે ? અનેક લોકો સાથે વિતરણ મા ભેદભાવ રાખવામાં આવે છે શા માટે? જયારે સંપૂર્ણ જવાબદારી સરકારી અધિકારીઓ ની છે દરેક બાબતની લોકો ને ભાજપ ના કાર્યકરો ની જોહુકમી સહન કરવાની શુકામ ? સિહોર શહેર કોંગ્રેસ સમિતિ વતી રજુઆત છે કે આ ગંભીર બાબત ને સંજ્ઞાન મા લઇ ને રેશનશોપ ને ભાજપ ના કાયાઁલય બનતા અટકાવવા અને લોકો ને જો હુકમી અને ભેદભાવ થી મુક્ત કરાવવા આપ તાત્કાલિક ધોરણે યોગ્ય કાયઁવાહી કરી દરેક રેશનશોપ ડીલર ને પરીપત્ર મોકલી આવા કોઇ રાજકીય પક્ષ ના કાયઁકરો ને બેસવા દેવામા ન આવે તેવી તાકીદે માંગણી કરીને તાત્કાલિક પગલા ભરવા રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here