સિહોરમાં એપીએલ-૧ કાર્ડધારકોને ૭મીથી વિનામૂલ્યે અનાજ મળશે

બ્રિજેશ ગૌસ્વામી
નોન એન.એફ.એસ.એસ. એ.એ.પી.એલ.-૧ રેશનકાર્ડ ધારકોને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં સરકાર તરફથી જાહેર કરાએલ લોકડાઉન અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નોન, એન.એફ.એસ.એસ., એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને કાર્ડ દીઠ આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરાશે. એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોના છેલ્લા ડીઝીટને ધ્યાને લઇ ૧-૨ વાળાને તા.૭/૫/૨૦૨૦ના, ૩-૪ વાળાને ૮/૫/૨૦૨૦, ૫-૬ને તા.૯/૫/૨૦૨૦, ૭-૮ ને તા.૧૦/૫/૨૦૨૦ અને ૯-૦ વાળાને તા.૧૧/૫/૨૦૨૦ના વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

જો કોઇ લાભાર્થી અનિવાર્ય સંજોગવસાત ઉકત નિયત કરેલ દિવસે વ્યાજબી ભાવની દુકાન પર તેઓને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ન શકે તો, તેઓએ તા.૧૨/૫/૨૦૨૦ના રોજ અથવા ૧૨મી મે- પછી વહેલી તકે વ્યાજબી ભાવની દુકાન પરાથી મેળવી લેવાનો રહેશે. તમામ વ્યાજબી ભાવના દુકાનદારો તાથા લાભાર્થીઓને કોરોના મહામારીની પરિસિૃથતિમાં ”સોશીયલ ડીસ્ટન્સીંગ’ જળવાય, ખોટી ભીડ ભાડ કે અરાજકતા વિતરણ સમયે ન ફેલાયે તે માટે પણ જરૃરી માર્ગદશકાનું પાલન કરવા અનુરોધ કરાયો છે.

એ.પી.એલ.-૧ કાર્ડ ધારકોને રાશન મેળવવા માટે ફરજીયાતપણે તેઓનું રાશનકાર્ડ તાથા આાધાર કાર્ડ અથવા આાધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. આાધાર કાર્ડ ન હોવાના કિસ્સામાં સરકાર માન્ય આાધાર-પુરાવા સાથે લાવવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here