સિહોરના કેટલાક એટીએમમાં પૈસાઓ ખુટિયા, લોકોએ રક્ષાબંધનના પર્વે ભારે હાલાકી ભોગવી, ભારે રોષ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના કેટલાક એટીએમો પર પૈસાઓ ખૂટી જતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે આજે રક્ષાબંધન પર્વે એટીએમ મશીનો પરથી પૈસા નહિ મળતા લોકોની કફોડી સ્થિતિ થઈ હતી અને એટીએમ મૃતપ્રાય હાલતમાં જણાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ભલે પૈસો એ જીવન નથી પણ જીવન જીવવાનું એક સાધન છે છતાં આજના યુગમાં પૈસા વગર જીવન જીવવું પણ શક્ય નથી . આજના સમયમાં લોકોના જીવનમાં પૈસા વગર માનવી કેટલો બિચારો અને બાપડો થઈ પડે છે.

સિહોરના મોટાભાગના એટીએમો પર માણસ પોતાની પાસે ખાતામાં પૈસા હોવા છતાં છતે પૈસે તહેવારના ટાણે બિચારો બાપડો થઈ પડ્યો હતો લોકોની પરસેવાની કમાણી પણ અણીને સમયે કામમાં આવતી નથી બેંકો રોકડની તંગીનો સામનો કરી રહી હોઈ તેવી સ્થિતિ હાલ દેખાઈ છે . ત્યારે એ ટી એમ મા પણ નાણાંની દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે . જેના કારણે લોકોને રક્ષાબંધન પર્વે પણ હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here