ધાબડીયા વાતાવરણ વચ્‍ચે સિહોર સહિત જિલ્લાના અનેક વિસ્‍તારોમાં માવઠું, બર્ફીલો પવન, હજુ બે દિવસ અસર રહેશે

બ્રિજેશ ગોસ્વામી
રાજ્‍યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્‍બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસર ગઇકાલ રાત્રીથી સિહોર સહિત પંથકમાં દેખાઈ છે ધીમી ધારે વરસાદી ઝાપટાં પડયાં હતાં. પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. આજે સવારથી વાદળા સાથે અનેક જગ્યાએ માવઠુ વરસતા ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. માવઠાની આગાહીના પગલે હાથ ખેડુતોને સિંચાઇ ના કરવા પણ અપીલ કરાઇ છે. ખેડુતોએ તૈયાર પાક યોગ્ય સ્થાને મુકવા, પાકને નુકશાન ન થાય તે માટે સાવચેતી રાખવા અને નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સુચના અપાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here