જિલ્લાના માર્ગો પર બાપા સીતારામનો જયઘોષ, રથ સાથે પદયાત્રીઓ બાપા બજરંગદાસના ધામ ભણી : અનેક પગપાળા સંઘ માટે બાપાના ધામમાં

પલ્લવી મહેતા
સિહોર બાપા સીતારામ ગ્રુપ દ્વારા બગદાણા તરફ આવતા પદયાત્રીઓ માટે ચા નાસ્તા ભોજનની વ્યવસ્થા કરાઈ છે માર્ગો ઉપર સંઘો રથ સાથે બગદાણાધામ ધામ ભણી પ્રયાણ કરી રહ્યા છે. ગઈકાલે શુક્રવારે બાપા સીતારામના જયઘોષ સાથે ઠાડચ પાસે પગપાળા સંઘ પસાર થતા હતા ત્યારે આસ્થાના દ્રશ્યો જોવા મળ્યા હતા કોરોનાનું સંક્રમણ હોય કે પછી અન્ય કુદરતી કે માનવ સર્જીત આપદા હોય તે સમયે લોકો હંમેશાં દેવી દેવતાઓને યાદ કરતા હોય છે.

આ વર્ષે પણ કોરોનાની ત્રીજી લહેર ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં આવી શકે તેવી દહેશત છે આ સંજોગોમાં દર વર્ષે નિત્ય પગપાળા બગદાણા જતા શ્રદ્ધાળુઓએ અત્યારથી જ બાપા સીતારામના ધામ ભણી પ્રયાણ કર્યું છે. જેના કારણે દિવસ દરમિયાન જિલ્લાના માર્ગો ઉપર પદયાત્રીઓના કારણે ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સિહોર બાપા સીતારામ ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ચા નાસ્તા ભોજનની વ્યવસ્થા કરી સેવાકીય જ્યોતને પ્રગટાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here