બ્રહ્મભટ્ટ યુવા સમાજ દ્વારા જીલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ સિહોર ખાતે યોજાશે

હરિશ પવાર
ભાવનગર જીલ્લા બ્રહ્મભટ્ટ બારોટ સમાજ દ્વારા બારગામ બ્રહ્મભટ્ટ સમાજના યુવાનોને રમત સાથે યુવાનોની એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવા હેતુથી છેલ્લા સાત વર્ષથી જીલ્લાના જુદા જુદા ગામોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે બ્રહ્મભટ્ટ ક્રિકેટ લીગ-8 નું દિવાળી બાદ 6,7,8 નવેમ્બર-2021 ના રોજ સિહોર શહેરના ગુંદાળા ખાતે આવેલ ગ્રાઉન્ડમાં ભાવનગર જીલ્લા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં પાલીતાણા, ચણિયાળા,ભાવનગર મહુવા,કાકીડી,બાંભણીયા, વાળુકડ,નાના ઉમરડા,ઈસોરા તથા સિહોર ની સોળ જેટલી ટિમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સિહોર બ્રહ્મભટ્ટ સમાજના યુવાનો અત્યારથી તૈયારીઓ શરૂ કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here