સિહોરના ભડલી ગામે આધેડનું શોટ લાગતા મોત

હરેશ પવાર
કોરોના વાયરના લોકડાઉન ના પગલે લોકો ઘરે જ રહીને સાવચેત રહેવામાં શાન રાખી સમજી રહ્યા છે. ત્યારે વાડીઓમાં ઉભા કરાયેલ પાકોની જાળવણી રાખવી જરૂરી હોય છે. ત્યારે સિહોરના ભડલી ગામે ભુપતભાઇ તેજાભાઈ કંટારીયા ઉવ.૪૦ વાડીમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઇલેક્ટ્રિક શોક લાગતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાણ થતાં આસપાસના વાડી વાળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here