સરપંચ અને વિજકર્મીની અંગત બબાલમાં ગ્રામજનો શા માટે અંધકાર માં જીવન ગુજારે ?

સિહોર તાલુકા કોંગ્રેસના આગેવાનો મામલતદાર કચેરી ખાતે રજુઆત માટે દોડી ગયા, વહેલી તકે નિરાકરણની માંગ કરી

હરેશ પવાર : દેવરાજ બુધેલિયા
વિગતો જાણે એવી છે કે સિહોર તાલુકાના ભાખલ ગામે પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા લાઈન રીપેર કરવા ગયા હતા અને સરપંચ દ્વારા વીજ કર્મચારીઓ ઉપર હુમલો કર્યા હોવાની રાવ ને લઈને સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર ગામમાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી છે નહીં. સરપંચ અને વિજકર્મીના અંગત બાબત ને લઈને આખા ગામને અંધકારમમાં શા માટે રાખવું જોઈએ.જેને લઈને આજે ટાના તા.પંચાયત સદસ્ય ના ભોજુભા ગોહિલ, અશોક મામસી, માવજી સરવૈયા સહિતના આગેવાનો દ્વારા આજે સિહોર મામલતદાર કચેરી ખાતે લેખિતમાં અરજી આપી રજુઆત કરી હતી.

જેમાં રૂરલ પીજીવીસીએલ ના કર્મચારીની દાદાગીરીને લઈને અને સરપંચ સાથેની માથાકૂટ ને લઈને આખા ગામને ત્રણ દિવસથી પોતાની સતાં નો ગેરઉપયોગ કરીને પોતાની દાદાગીરી કરી રહ્યું છે. ત્રણ દિવસની લાઈટ બંધ હોવાને લીધે ગામમાં ઘરનું પાણી, ખેતરનું પાણી, દળવાની ઘંટી સહિતના અનેક સમસ્યાઓ થી ગ્રામજનો ત્રાસી ગયા છે વહેલી તકે ઉકેલ માટે રોષ સાથે માંગણી કરી હતી ઉલ્લેખનીય છે કે સરપંચ અને વિજકર્મીની અંગત બબાલમાં ગ્રામજનો શા માટે અંધકાર માં જીવન ગુજારે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here