ભાણગઢના લોકોની હાલત કફોડી, સિહોર નજીકના ઘાંઘળીથી વલ્લભીપુર માર્ગ પણ બંધ કરાયો હતો

બ્રિજેશ ગૌસ્વામી
વલ્લભીપુર પંથકમાં આવેલી ઘેલો અને કાળુભાર નદીઓમાં પુર આવતાની સાથે સિહોરના ભાણગઢ સહિતના અનેક ગામડાઓ રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા છે જ્યારે ઘાંઘળીથી વલભીપુર જવાનો માર્ગ પણ બંધ કરાયો હતો ઘેલો અને કાળુભાર નદીના નીર ભાલ પંથકમાં થઈને દરિયામાં વહી જાય છે. અને દરિયા કાંઠે હોવાથી તેની આસપાસના ગામડાઓ નદીમાં પુર આવતાની સાથે ગામડાઓમાં આવવા જવાના રસ્તાઓ પર પાણી ફરી વળે છે.

છેલ્લા દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે ઘેલો અને કાળુભાર નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ઘેલો અને કાળુભાર નદીમાં આવેલા પુરને કારણે લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે કમરસુધીના પાણીમાં ચાલીને જવું પડે છે. રોડ રસ્તાઓ પર પાણી એટલું છે કે અડધું વાહન ડૂબી જાય છે છતાં લોકો સાહસ કરતા જોવા મળે છે સિહોરના ભાણગઢ ગામમાં પાણી ફરી વળ્યાં છે અને લોકોની હાલત કફોડી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here