મહિલા સાંસદ શ્રીમતી ભારતીબેન..આપે સિહોરના સુરકાના દરવાજાથી ટાણા રોડ સુધી પણ એકાદ ડોક્યુ કરવાની જરૂર છે

– શંખનાદ કાર્યાલય સિહોર

– આદરણીય શ્રીમતી ભારતીબેન શિયાળ
– સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાશન છે તે જ રીતે સિહોર નગરપાલિકામાં પણ છેલ્લા ૨૨-૨૩ વર્ષથી તમારી સરકાર સત્તા ભોગવી રહી છે સિહોર નગરપાલિકામાં આટલા વર્ષોના શાસનમાં શુ થયું અને છેલ્લા ઘણા વખતથી પાલિકામાં કઈ રીતે શાશન ચાલે છે એમની ચર્ચા અહીં નહિ કરીએ પરંતુ સિહોરના ટાણા ચોકડીથી ભીમનાથ મંદિર સુરકાના દરવાજા થી ટાણા તરફ જતો મુખ્ય માર્ગ કે જે આજુબાજુના પચાસ જેટલા ગામડાઓને જોડે છે એમની હાલત અને દુર્દશા એટલી હદે ભયાનક બની છે કે વાહન લઈને નહિ ચાલીને પણ પસાર થવું અત્યંત કપરું બન્યું છે જે બાબતે સ્થાનિક તંત્ર અને તમારી સરકારને અનેક વખતો શહેરના આગેવાનો રજૂઆતો કરી ચુક્યા છે.

સ્થાનિક શેત્રે સત્તામાં બેઠેલા કે તંત્રના અધિકારીઓ આ બાબતે પ્રજાની વાત બહેરા કાને કોઈ સાંભળનારું નથી માટે આ પત્રના માધ્યમથી તમારા સુધી બાપડી પ્રજાની લાગણી સાથે વાસ્તકવીક દશા અવદશા પરિસ્થિતિ આપના સુધી પોહચાડવાનો નાનકડો પ્રયાસ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ હું ચોકીદાર છુ તેવુ કહે અને તેના પગલે ભાજપના તમામ નેતાઓ પોતે ચોકીદાર હોવાનો દાવો કરે ત્યારે તમારી વિશેષ જવાબદારી થઈ જાય છે. તમારા જેવા ચોકીદાર હોય છતાં સિહોરના રોડ રસ્તાની આ દશા અને કરુણતા હોઈ શકે.? અમારે ભાજપ અને કોંગ્રેસ સાથે કોઈ નીસ્બત નથી. અમે તો પ્રજા છીએ અને તમે રાજયના શાસક છો અમે તમારા ભરોસે છીએ, રાજય અને જિલ્લાનો દરેક નાગરિક શાંતિથી જીવે, રોજી કમાય અને તેને કોઈ પરેશાન કરે નહીં તે નજર રાખવાનું તમારૂ કામ છે.

પ્રજાની તમારી પાસે આટલી જ અપેક્ષા છે એક સામાન્ય માણસ પોતાના ગામમાં કે પોતાના શહેરમાં સારી રીતે જીવે અને તેના પ્રશ્નનો સ્થાનિક કક્ષાએ નિકાલ થઈ જાય એટલી જ અપેક્ષા હોય છે પણ શ્રીમતી ભારતીબેન તેવુ થઈ રહ્યુ નથી.. પ્રજા ચારે તરફથી ઘેરાઈ ગઈ છે, તંત્ર તેમનું સાંભળતુ નથી અને પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે. એક તરફ બે ટંકનો રોટલો રળવો કપરો થઈ રહ્યો છે ત્યારે આ તરફ પણ આપ એકાદ ડોક્યુ કરવાની જરૂર છે અને આપની ફરજ પણ રહેલી છે લોકોએ ખોબલે ખોબલે મતો આપ્યા છે સ્થાનિક નેતા અને તંત્રની તો રોજ અખબારો વાંચી ચ્હા ખરાબ થતી હશે પણ હવે તમારી અને અમારી સવાર પણ સારી થાય તેવી તે માટે આ રોડની કઈક વ્યવસ્થા ગોઠવી આપો અમે શાંતિથી સુઈ શકીએ અને તમે રાત દિવસ જાગતા રહો તો એક નવી સવાર સિહોર સાથે જિલ્લામાં ઉગશે.
બસ આટલુ જ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here