કોરોનાના પગલે ત્રીજુ લોકડાઉન પૂર્ણ થશે અને ચોથા લોકડાઉનનો પ્રારંભ થશે, લોકડાઉન-4માં શુ ફેરફાર હશે ? તેના પર લોકોની નજર,

વેપાર-ધંધામાં કેટલીક છુટછાટની શકયતા : 22 માર્ચથી ભાવનગરમાં ચાલી રહ્યુ છે લોકડાઉન, મોટાભાગના કામ-ધંધા બંધ : લોકડાઉનના પગલે રોડ સુમસાન 

દેવરાજ બુધેલીયા
લોકડાઉનના પગલે વેપાર-ધંધા બંધ છે અને કોરોનાના કહેરથી મોટાભાગના લોકો ઘરમાં જ રહે છે. લોકડાઉન-૩ હવે પૂર્ણતાના આરે છે અને આગામી પરમ દિવસ સોમવારથી લોકડાઉન-૪ શરૂ થશે. સિહોર શહેર અને જિલ્લામાં લોકડાઉનના પગલે લોકો ઘરમાં કંટાળ્યા હોવાનો કચવાટ સાંભળવા મળી રહ્યો છે તેથી લોકડાઉન હાલ ચર્ચાનો વિષય બન્યો છે લોકડાઉ-૪માં વેપાર-ધંધાને છુટછાટ અપાય તેવી શકયતા છે તેથી હાલ લોકો લોકડાઉન-૪માં શુ ફેરફાર આવે છે ? તેની રાહ જોઈ રહ્યા છે. કોરોના વાયરસને અટકાવવા માટે સાવચેતીના ભાગરૂપે લોકડાઉન-૪ આપવામાં આવશે ત્યારે કોરોનાના કેસ અટકે છે કે નહી ? તે જોવુ જ રહ્યું.

લોકડાઉનના પગલે લોકોના કામધંધા બંધ છે અને કોરોનાનો કહેર કેટલાક વિસ્તારમાં યથાવત છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉન-૪ની જાહેરાત કરી દેવામાં આવી છે. ગત તા. રર માર્ચે જનતા કરફ્યુ હતો અને જનતા કરફ્યુથી જ  લોકડાઉન યથાવત છે. વડાપ્રધાને ગત તા. ર૪ માર્ચે રાત્રીના સમયે ર૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. ગત તા. રપ માર્ચથી લોકડાઉન શરૂ છે અને ગત તા. ૧૪ એપ્રિલે પ્રથમ લોકડાઉન પૂર્ણ થયુ હતું. ત્યારબાદ લોકડાઉન-રની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. લોકડાઉન-ર ગત તા. ૩ મેને રવિવારે પૂર્ણ થયુ હતુ અને લોકડાઉન-૩ની જાહેરાત અગાઉ જ કરી દેવામાં આવી હતી.

લોકડાઉન-૩ આડે હવે બે દિવસ બાકી રહ્યા છે. આગામી રવિવારે લોકડાઉન-૩નો અંતિમ દિવસ છે અને આગામી સોમવારે લોકડાઉન-૪ શરૂ થશે પરંતુ લોકડાઉન-૪ની હજુ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી તેથી લોકો સરકારના નિર્ણયની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકડાઉનના પગલે લારી-ગલ્લા, મજુર સહિતની જુદી જુદી કામગીરી કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સ્થિતી કફોડી હોવાનુ જાણવા મળેલ છે. લોકડાઉનના પગલે કામધંધા બંધ છે તેથી લોકોને આવક બંધ છે અને ઘર ખર્ચ શરૂ છે તેથી લોકો પાસે પૈસા ખુટી ગયા છે. હાલ લોકો લોકડાઉનના પગલે માંડ માંડ દિવસો કાપી રહ્યા હોવાનુ લોકમુખે ચર્ચાય રહ્યુ છે ત્યારે આગામી દિવસોમાં શુ સ્થિતી થશે ? તે જોવુ જ રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here