શ્રમીકોને અપાતી રોજગારીમા જિલ્લો સમગ્ર રાજ્યમા બિજા ક્રમે, મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રૂ.1.75 કરોડનું કરાયુ ચુકવણું

દેવરાજ બુધેલીયા
સિહોર સાથે જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૫૧,૬૪૫ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે.જે અંર્તગત શ્રમિકોને રૂ.૧.૭૫ કરોડનું ચુકવણું સરકાર દ્રારા કરવામાં આવ્યુ છે.જિલ્લાની ૬૪૯ ગ્રામ પંચાયતોમાંથી હાલ ૧૫૬ ગ્રામ પંચાયતોમાં કામો શરૂ કરવામાં આવ્યુ છે.ત્યારે શ્રમીકોને અપાતી રોજગારીમા ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમા બિજા ક્રમે જોવા મળે છે. મનરેગા યોજના હેઠળ હાલ ૧૫૬ ગ્રામ પંચાયતમાં ૫૧,૬૪૫ શ્રમિકોને રોજગારી મળી રહી છે.

જેમાં પાલીતાણા તાલુકામા ૨૦ ગ્રા.પં.મા ૮,૬૦૭, ઉમરાળા તાલુકામા ૧૫ ગ્રા.પં.મા ૬,૯૪૪, ઘોઘા તાલુકામા ૧૯ ગ્રા.પં.મા ૫,૮૪૦, વલ્લભીપુર તાલુકામા ૨૯ ગ્રા.પં.માં ૫,૮૩૬, ગારિયાધાર તાલુકામા ૧૪ ગ્રા.પં.મા ૫,૨૯૮, તળાજા તાલુકામા ૧૪ ગ્રા.પં.મા ૫,૨૩૪, મહુવા તાલુકામા ૧૮ ગ્રા.પં.મા ૪,૪૯૬, સિહોર તાલુકામા ૧૩ ગ્રા.પં.મા ૩,૬૮૨, ભાવનગર તાલુકામા ૬ ગ્રા.પં.માં ૨,૮૮૪ તથા જેસર તાલુકામા ૮ ગ્રા.પં.મા ૨,૮૨૪ શ્રમીકોને સરકાર દ્વારા રોજગારી ઉપલબ્ધ કરાવાઈ રહી છે અને આમ શ્રમીકોને અપાતી રોજગારીમા ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમા દ્વિતીય ક્રમે છે.

આ અંગે વધુ વિગતો આપતાં જિલ્લા વિકાસ અધિકારી બરનવાલે જણાવ્યું હતું કે જિલ્લાની ૬૪૯ ગ્રામ પંચાયતો માંથી હાલ ૧૫૬ ગ્રામ પંચાયતોમાં કામો શરૂ કરી દેવામાં આવેલ છે. જ્યારે અન્ય ગ્રામ પંચાયતોમાં પણ સત્વરે મનરેગા હેઠળ કામગીરી શરૂ કરવામાં આવશે. જેથી જિલ્લામાં મહત્તમ શ્રમિકોને રોજગારી પૂરી પાડવામા આ યોજના મદદરૂપ બનશે.સમયસર શ્રમિકોને વેતન મળી રહે તે માટે તંત્ર સજાગ છે. જિલ્લામાં શ્રમિકોને સમયસર વેતન ચુકવણીની કામગીરી પણ ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવેલ છે.ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં અંદાજે આઠ હજારની વસતી છે.જેમાંથી હાલ અઢારસોથી વધુ શ્રમિકોને આ યોજના હેઠળ રોજગારી મળી છે.અને આવી તો અનેક ગ્રામ પંચાયતો છે જયાં મહત્તમ લોકોને આવરી લઈ તેઓને સરકાર દ્વારા રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here