જિલ્લાના પાંચ ડેપો,બોટાદ ના 3 ડેપો માં એસટી સુવિધા નો પ્રારંભ, કુલ 65 બસો 200 ટ્રીપ આ આઠ ડેપો માં લગાવશે

દર્શન જોશી
માસ્ક,થર્મલ ગન ચેકીંગ, સેનેતાઈઝર નો ઉપયોગ કરવાના આવી રહ્યો છે.
સોશિયલ ડિસ્ટન્સ ના પાલન માટે 30 મુસાફરો બસમાં સવાર.

લોકડાઉન ૪ ના પ્રારંભ સાથે જ રાજ્યસરકાર દ્વારા આંતર જિલ્લામાં એસટી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં આજે સિહોર ભાવનગર ના પાંચ ડેપો અને બોટાદ ના ત્રણ ડેપો મળી કુલ ૬૫ બસો ૨૦૦ જેટલી ટ્રીપ લગાવશે. કોરોના સંક્રમણ ને પગલે એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે મુસાફરી સમયે ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન દ્વારા મુસાફરો નું ચેકીંગ કરી સેનેટાઈઝ સાથે સોશિયલ ડિસ્ટન્સ નું યોગ્ય પાલન કરાવી બસમાં માત્ર ૩૦ મુસાફરો સાથે એસટી સુવિધા નો પ્રારંભ કર્યો છે. રાજ્યભરમાં અમદાવાદ,સુરત ને બાદ કરતાં અન્ય જિલ્લાઓની સાથે ભાવનગરમાં પણ આજથી આંતર જિલ્લા એસટી સુવિધા નો પ્રારંભ થયો છે.

.જેમાં વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં પાંચ ડેપો ની બસ તેમજ બોટાદ જિલ્લાના ૩ ડેપો ની મળી કુલ ૬૫ બસો ૨૦૦ જેટલી ટ્રીપ લગાવશે. મુસાફરી ના પ્રારંભે પણ એસટી વિભાગ દ્વારા મુસાફરો ની કોરોના સંક્રમણ અંગે પૂરતી તકેદારી રાખવા માં આવી રહી છે. જેમાં મુસાફરોને માસ્ક ફરજીયાતની સાથે થર્મલ ગન થી ચેકીંગ ,સેનેટાઈઝર ના ઉપયોગ સાથે ૫૨ સીટો ની બસમાં ૩૦ મુસાફરો સાથે સોશિયલ ડિસ્ટન્સ નું પૂરતું પાલન કરાવી આ સુવિધા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here